હળવદના ટીકર પાસે ક્રેન ભરીને જતાં ટ્રકે 12 ઘેટાંને કચડી નાખ્યાં
હળવદના ટીકર નજીક એક ક્રેન ભરીને જતા એક ટ્રકે ઘેટાના ટોળાને હડફેટે લેતા 12 ઘેટાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બનાવ બાદ સ્થાનિકોએ ટ્રક ચાલકને ઝડપી લીધો હતો અને બનાવ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વતની સાજણભાઈ ખેતાભાઇ કરોતરા મોટી સંખ્યામાં ઘેટાઓને લઈને અમદાવાદ તરફ જતા હતા તે દરમિયાન હળવદ તાલુકાના ટીકર રણ નજીક ક્રેન ભરીને નીકળેલા ટ્રક ચાલકે આ ગાડરિયાઓને કચડી નાખ્યા હતા ઘટનાને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને ચાલક ભાગી છૂટે એ પહેલા જ પકડી પાડ્યો હતો.આ બનાવમાં માલધારીના 12 જેટલાના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ક્રેન ભરીને જતાં ટ્રક ચાલકે 12 જેટલા ઘેટાને કચડી નાખ્યા હોવાની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.