Samay Sandesh News
ગુજરાતપાટણ

અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

રાજ્યમાં વસતા અનુસૂચિત જાતીના યુવક-યુવતીઓના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન તમામ જિલ્લામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવી છે.

પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ – દિવસ માટે ૪૫- યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર તા.૩ ઓકટોબર,૨૦૨૧ થી તા.૬ ઓકટોબર,૨૦૨૧ ના દિવસોમાં યોજવામાં આવશે. આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વળે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન અને નિવાસ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત માત્ર અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, બ્લોક નં. – ૨, બીજો માળ, જીલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, પાટણ ખાતેથી અરજીફોર્મ મેળવી તા.૧ ઓકટોબર,૨૦૨૧ સુધીમાં મળે તે રીતે મોકલી આપવાના રહેશે. આ તાલીમ શિબિરમાં અનુસુચિત જાતિના યુવક યુવતીઓ જોડાય તે માટે દરેક શાળા કોલેજને અરજીફોર્મ સાથેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી અનુસુચિત જાતિના યુવક યુવતીઓને આ તાલીમ શિબિરમાં જોડાવવા માટેની સમજુતી આપી અરજીફોર્મ આ કચેરીને ના મોકલ્યા હોયતો તા.૧ ઓકટોબર,૨૦૨૧ સુધીમાં મોકલી આપવા માટે જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

સુરતનો ચૌટા બજારમાં પોલીસ કમિશનરને મોડી સાંજે અચાનક મુલાકાતને લઇને વેપારી અને સ્થાનિક લોકોમાં ખળભળાટ

samaysandeshnews

અંબાજી : ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ ઉજવાયો

samaysandeshnews

જામનગર : જામનગર જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી કરતા વિવિધ વિભાગોનો તાલીમ કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!