અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ-૨૦૨૧ અંતર્ગત શહેરી બાગાયત વિકાસ યોજના તાલીમ કાર્યક્રમ યોજાયો

જામનગર તા.૦૭ ઓકટોબર, આજરોજ બાગાયત વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા શહેરી વિસ્તારમાં વસતાં નાગરીકોમાં જાગૃતતા
હેતુ “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જે
અન્વયે નાયબ બાગાયત નિયામક કચેરી, જામનગર દ્વારા I.T.I. (મહિલા)–જામનગર ખાતે શહેરી બાગાયત વિકાસ યોજના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૫૦ જેટલા મહિલા તાલીમાર્થીઓએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીનગર ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા ગુજરાત રાજ્યના બાગાયત નિયામકશ્રી ડો. પી. એમ. વઘાસીયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું.

જિલ્લા કક્ષાએ કાર્યક્રમમાં બાગાયત અધિકારી (કેનિંગ) શ્રી વી. એચ. નકુમ દ્વારા અલગ-અલગ આનુસંગિક વિષયો પર તાલીમ આપવામાં આવેલ હતી તેમજ મદદનીશ બાગાયત નિયામક શ્રી એચ. ટી. ભીમાણી દ્વારા બાગાયત ખાતાની વિવિધ કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાગાયત મદદનીશ શ્રી કે. આર. પિપરોતર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ