Samay Sandesh News
ગાંધીનગરગુજરાત

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી શ્રી મનોજ પટેલ અને અમરીશ પટેલ રજનીકાંત સોલંકી સહિત હોદેદારો હાજર રહ્યા

ગાંધીનગર મુકામે ચાણક્ય ભવન માં ગુજરાત રાજ્ય ના તમામ કર્મચારી સંઘો ની બેઠક યોજાઈ

આજ રોજ ચાણક્ય ભવન ખાતે કર્મચારીઓ ના મુખ્ય પ્રશ્નો ની લડત ના આયોજન માટે ગુજરાત રાજ્ય ના તમામ કર્મચારી મંડળો ની બેઠક હતી.

અને તમામ મંડળો એ એકી અવાજે આ લડત માટે ગુજરાત રાજ્ય ના તમામ મંડળો ના ” પ્રમુખ ” તરીકે દિગુભા ને બનાવ્યા છે
મિત્રો એ આપણા માટે ગૌરવ કહેવાય
મુખ્ય પ્રશ્નો ની લડત માટેની વ્યૂહ રચના, રણનીતિ ઘડવામાં આવેલ છે મિત્રો આપણે ચોક્કસ સફળ થશુ એવા હકારાત્મક વિચાર થી આગળ વધવાનું છે
મુખ્ય પ્રશ્નો
(1) જૂની પેંશન યોજના ફરી શરુ કરવી
(2) સાતમા પગારપંચ ના બાકી ભથ્થા જાહેર કરવા
(3) ફિક્સ પે યોજના દૂર કરવી
(4) તમામ કેડર ના કર્મચારીઓ ને સળંગ સર્વિસ આપવી

મિત્રો આજની બેઠક માં બીજા કર્મચારી મંડળો ના પ્રશ્નો જાણી ને આપણા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ માટે ગૌરવ ની લાગણી થાય છે કે આપણા પ્રશ્નો તો રાજ્ય સંઘની તાકાત થી અસંખ્ય સોલ્વ થયાં છે.
હવે પછી ના મુખ્ય પ્રશ્નો માટે ની લડત માટે આપણે સૌ તન મન ધન થી તૈયાર રહીએ,
આ પ્રશ્નો આપળા જ છે અને આપળા હક્કની માંગણી કરવાની છે. માટે આગામી કાર્યક્રમો અને લડત માટે પોઝિટિવ વિચાર થી સૌ આગળ વધીએ
આ બેઠક માં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા હાજર રહ્યા હતા

જય શિક્ષક જય સંગઠન

Related posts

જામનગર : કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાંકિયા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાયો

samaysandeshnews

Surendranagar: પાટડીના એક ધાર્મિક ક્રાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનની ઉડ્યા ધજાગરા, જુઓ વીડિયો

cradmin

કોરોના સમયમાં બાળકોને શિક્ષણ આપનાર વ્યક્તિ તરીકે ગુજરાત માંથી માત્ર એક શિક્ષકની ગુગલ દ્વારા પસંદગી કરવામાં આવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!