નિલેશભાઇ લવજીભાઇ દોમડીયા રહે.શીવમપાર્ક -૩ ટેલીફોન એકયેજ જામનગર નાઓના ના રહેણાક મકાનમાં છેલ્લા છ માસ દરમ્યાન બંધ મકાન ના કોઇ અજાણયા ઇસમે અલગ અલગ સમય ત્રણ વખત ઓરીઝનલ કે , ડુપ્લીકેટ ચાવી વડે ફરીયાદી ના મકાન ના તથા કબાટના લોકના દરવાજા ખોલી રોકડ રૂપીયા ૩૦,૦૦,૦૦૦ / – તથા સોનાના દાગીના કિ.રૂ. ૨,૩૦,૦૦૦ / – તથા એક મોબાઇલ ફોન કુલ રૂ .૩૨,૭૫,૦૦૦ / – ની ચોરી કરી લઇ જવા અંગેનો બનાવ બનેલ હતો , સદરહુ ધરફોડ ચોરી કોઇ અજાણયા ઇસમે ચોરી કરેલ હોય , જે અનડીટેક ગુનો હતો ,
ઉપરોકત બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સૂચના તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓના સિધા માર્ગદર્શન હેઠળ , સદરહુ ધરફોડ ચોરીનો વણઉકેલાયેલ ગુનો શોધી કાઢી , તેમા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સૂચના કરવામાં આવેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ – જામનગર ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એસ.નિનામા નાઓની દેખરેખ હેઠળ એલ.સી.બી.ના પો.સબ ઇન્સ શ્રી કે.કે.ગોહિલ , પો.સબ ઇન્સ શ્રી આર.બી.ગોજીયા તથા પો.સબ ઇન્સ શ્રી બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ વાળી જગ્યા આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામા આવેલ સદરહુ બનાવમાં ચોરી કોઇ જાણભેદુ ઇસમની સંડોવણી હોવાનું જણાય આવેલ હતું .
સદરહુ ચોરીનો ગુનો શોધી કાઢવા માટે એલ.સી.બી. દ્વારા અલગ અલગ દિશામાં તપાસ ચાલુ હતી , તે દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઇ તલાવડીયા , સંજયસિંહ વાળા , હિતેન્દ્રસિંહ જાડેજા , ભગીરથસિંહ સરવૈયા , નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે , સદરહુ ઘરફોડ ચોરી મા જસ્મીનભાઇ મનસુખભાઇ વિરાણી રહે , જામનગર નાઓ ની સંડોવણી હોવાનુ જણાય આવેલ છે .
જેથી સ્ટાફના થશપાલસિંહ જાડેજા , તથા હરદિપભાઇ ધંધાલ તથા યોગરાજસિંહ સણા થી બાતમી ડેવલોપ કરતા સદરહુ જસ્મીનભાઇ મનસુખભાઇ વિરાણી રહે.મારૂતિ રેસીડન્સી ફેસ -૦૨ , સામે જામનગર મુળ ગામ ફાચરીયા તા.જી – જામનગર ની ઓળખ મેળવી , મજકુર હાલ જામનગર શહેરમા ખોડીયાર કોલોની , મહેર સમાજ ની વાડી સામે સુપર સ્પ્લેન્ડર મો.સા નંબર- જીજે -૧૦ સી.પી .૪૫૬૮ સાથે ઉભો હોવાની હકિકત મળેલ હોય જેથી મજકુરને પકડી પાડી પુછપરછ કરતા મજકુર ફરીયાદીના મકાનની ચાવીનો એક સેટ મેળવી લઇ છેલ્લા છ માસના સમય ગાળા દરમ્યાન ચાવીથ દરવાજા ખોલી ચોરી કરેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ , પો.સબ ઇન્સ શ્રી કે.કે.ગોહિલ ના ઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે .
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ –
( ૧ ) રોકડ રૂપીયા ૩૦,૦૦,૦૦૦ / – ( ત્રીસ લાખ રૂપીયા )
( ૨ ) સોનાની દાગીના કિ .૩.૨,૫૫,૦૦૦ /
( 3 ) ચોરીમા ગયેલ મો.ફોન -૦૧ કિ.રૂ. ૨૦,૦૦૦ /
( ૪ ) આરોપીનો મોબાઇલ ફોન -૦૧ કિ.રૂ. ૫૦,૦૦૦ /
( ૫ ) સુપર સ્પ્લેન્ડર મો.સા નંબર- જીજે -૧૦ સી.પી .૪૫૬૮ કિ.રૂ ૨૦,૦૦૦૮ ( ગુનામા ઉપયોગ થયેલ )
આમ જામનગર પોલીસ દ્વારા મોટી રકમની ધરફોડ ચોરીનો બનાવ ૨૪ કલાકમાં શોધી કાઢી પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે .
સારી કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ ની વિગતઃ
શ્રી એસ.એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર , પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ , શ્રી આર.બી.ગોજીયા , તથા શ્રી બી.એમ દેવમુરારી , તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , હરદિપભાઇ ધાધલ , દિલીપભાઇ તલાવડીયા , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , નાનજીભાઇ પટેલ , ભગીરથસિંહ સરવૈયા , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , વનરાજભાઇ મકવાણા , ધાનાભાઇ મોરી , હીરેનભાઇ વરણવા નિર્મળસિંહ એસ.જાડેજા , ખીમભાઇ ભોચીયા , અશોકભાઇ સોલંકી , યોગરાજસિંહ રાણા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા સુરેશભાઇ માલકીયા , ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી નાઓ દ્વારા કરવામા આવેલ છે .