મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫માં એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧નો શુભારંભ કરાવ્યો

  • મુખ્યમંત્રીશ્રીએ ઓટોમેશન અને રોબોટિક્સ, લેઝર મેટલ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને મશીન ટૂલ્સ જેવા ક્ષેત્રની નવીનતમ તકનીકો, સંલગ્ન મશીનરીઝની માહિતી મેળવી.
  • એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧થી વાઇબ્રન્ટ સમિટમાં આંતરરાષ્ટ્રીય સહભાગીતાની પીઠિકા તૈયાર થઈ
  • મુખ્યમંત્રીશ્રીએ ટ્રેડ-શોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્ટોલની પણ મુલાકાત લીધી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ૧૫માં એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧નો શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ એન્જિમેક ટ્રેડ શોમાં સ્થિત વિવિધ સ્ટોલની મુલાકાત લઇ ઓટોમેશન અને રોબોટિક્સ, લેઝર મેટલ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને મશીન ટૂલ્સ જેવા ક્ષેત્રની નવીનતમ તકનીકો, સંલગ્ન મશીનરીઝની માહિતી મેળવી હતી. તેમણે ટ્રેડ-શોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્ટોલની વિશેષ મુલાકાત લીધી હતી.

૨૦૨૨માં જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાવાની છે ત્યારે આ એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧થી વાઇબ્રન્ટ સમિટમાં આંતરરાષ્ટ્રીય સહભાગીતાની પીઠિકા તૈયાર થઈ છે.

‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની વિભાવનાને સાકાર કરવા માટે એન્જીમેક ટ્રેડ શો ગુજરાતની લોકલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીસને અપડેટ કરવામાં અને ઉત્પાદન પ્રક્રીયાઓને વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં મદદરૂપ થશે. તા. ૧ થી ૫ ડિસેમ્બર સુધી ચાલનારા આ ટ્રેડ-શોમાં યુ.એસ.એ; તાઇવાન, ઇટલી, સ્પેન, જર્મની, જાપાન, યુ.કે; સિંગાપોર જેવા વિવિધ દેશોમાંથી સહયોગીઓને આમંત્રીત કરાયા છે. ટ્રેડ-શોમાં અગ્રણી ઉદ્યોગના સંચાલકો દ્વારા વિવિધ સેમિનારનું આયોજન પણ કરવામાં આવે છે.

ટ્રેડ-શો ની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીની સાથે ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઇ પંચાલ, ટ્રેડ-શો ના આયોજકો અને અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ