વિકાસના વાવાઝોડા ચૂંટણી સમયે ફૂંકાતા રહે છે પરંતુ કોનો? વિકાસ અને કેવો? વિકાસ…!!! એ તો ઉદ્યોગ નગર એવા મોરબી શહેરમાં મુખ્ય માર્ગો થી લઈ મંદિર મસ્જિદ પાસે ફૂલ જેવા બાળકો ફુલ કટલેરી કે ભિક્ષાવૃત્તિ કરી રહેલા નજરે પડે છે
ત્યારે સ્થાનિક ધારાસભ્યો સંસદસભ્યો કે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો ગ્રામ પંચાયતના સભ્ય કે તાલુકા જિલ્લા કક્ષાના સદસ્યો પ્રાથમિક સુવિધાની સાથે સાથે પ્રજાહિત કાર્યમાં નિષ્ફળ નીવડયા હોય તેમ મોટાભાગે દ્રશ્યો વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર જોવા મળે છે એવું જ કાંઈક ગત તારીખ 24 3 2022 ના રોજ સતત ટ્રાફિકથી ધમધમતા સનાળા રોડ જીઆઇડીસી હાઉસિંગ માર્કેટયાર્ડ પાસે દસથી બાર વર્ષનો બાળક આ કારમી મોંઘવારી ને પહોંચી વળવા માટે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાત ચલાવવા માટે મહારાષ્ટ્રથી ગુજરાતમાં વિવિધ રંગબેરંગી ફૂલો નું વેચાણ કરતો તસવીરમાં નજરે પડે છે
જે ફૂલ જેવા બાળક ની ઉંમર આશરે 10 કે 12 વર્ષની ઉંમરમાં તપતાતાપમાં ફૂલ જેવું બાળક ફુલ વેચી શિક્ષણ ને છોડી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રંગબેરંગી ફૂલો નું વેચાણ કરતો તસવીરમાં નજરે પડે છે એવી જ રીતે સામા કાંઠે હાઉસિંગ બોર્ડ પાસે જ્યાં સતત ટ્રાફિક થી ધમધમતો વિસ્તાર છે
એવા વિસ્તારમાં ૧૨થી 14 વર્ષનો બાળક કેરી ની લારી લઈને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા વિવિધ શેરી ગલીમાં રેકડી ચલાવતો નજરે તસવીરમાં પડ્યું વાહરે વિકાસ! સ્થાનિક ધારાસભ્યો અને સંસદ સભ્યો સહિત વિકાસની વાતો કરનારા મંત્રીઓએ ખરા અર્થ મા મહિલા અને બાળ વિકાસ અંતર્ગત કાર્ય કરી ખરા પ્રજા હિત કાર્યો કરી પ્રજા ચિંતક તરીકેની ઓળખ આપવી જોઈએ પોતાના પગાર અને લાખો કરોડોના ખર્ચે રોડ શો કરવાની બદલે આવા જરૂરત મંદ ને મદદરૂપ થવું જોઈએ