સાપકડા સરપંચની ઉચ્ચકક્ષાએ રજૂઆત : પાણી માટે આંદોલનની ચિમકી
ઉનાળાની શરૂઆત થતાં જ વિવિધ ગામોમાં પાણીના પોકાર ચાલુ થઈ ગયા છે અને સરપંચો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને અવાજ સંભળાતો નથી ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખના બેઠકનું સાપકડા ગામમાં પાણી પુરવઠા બોર્ડની ઢીલી નીતિને પાપે ૫ હજારની વસ્તી અને ૪ હજાર જેટલા પશુધન માટે મુશ્કેલી સર્જાઈ છે જેમાં સરપંચના જણાવ્યા મુજબ માત્ર બે કિલોમીટર જેટલી પાઈપ લાઈન નાખવામાં ન આવતા ગામ લોકોને પીવાના પાણી માટે ભટકવું પડે છે અને સપ્તાહમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોરબીમાં ગામના ૫૦૦ લોકો સાથે ધામા નાખી આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી છે
હળવદના છેવાડાના ગામમાં પાણીનો પોકાર ઉઠ્યો છે ત્યારે સાપકડા ગામના સરપંચ નટુભાઈ ગોરધનભાઈ કણઝારીયાએ અનેક વખત રાજ્યના આરોગ્યમંત્રી,પાણી પુરવઠા વિભાગ સહિતનાઓને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે અને તાત્કાલિક અસરથી પાણી આપવા રજૂઆત કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે સાપકડા ગામના ભૂગર્ભ જળ ખરાબ હોવાથી ગામના બોરનું પાણી પીવા લાયક નથી અને લોકોને ક્ષારયુક્ત પાણી પિવાથી પથરી અને અન્ય રોગો વકરી રહ્યાં છે બીજી તરફ અહીં નવો સંપ બનાવાયો છે પરંતુ બે કિલોમીટર પાઇપ લાઈન નાખવામાં ન આવતા હાલમાં સાપકડા ગામની ૫ હજારની વસ્તી અને ૪ હજાર જેટલા પશુધન માટે પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે
વધુમાં ગામના સરપંચ નટુભાઈ ગોરધનભાઈ કણઝારીયાએ જો સત્વરે નવા સંપ સુધી પાણીની લાઈન નાખવામાં નહીં આવે તો સાપકડા ગામના ૫૦૦લોકોને સાથે રાખી જિલ્લાની વડી કચેરી ખાતે આંદોલનની કરવાનું ચિમકી ઉચ્ચારી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે હળવદની સાપકડા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા લીડથી જીતીને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખના ગામમાં જ પાણીના ફાંફા પડતા હોય ત્યારે રણકાંઠાના ગામોમાં પાણી ક્યારે આવશે તે પણ ચર્ચાઓ જાગી છે.