Latest News
“અલવિદા જામનગર” : કલેક્ટર કેતન ઠક્કરને સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય, રાષ્ટ્રધ્વજને સલામી આપી લાગણીસભર વિદાય ક્ષણો. જામનગરમાં દીકરી સશક્તિકરણને મળ્યો વેગ : કલેક્ટર કેતન ઠક્કરની સખી વન સ્ટોપ સેન્ટર મુલાકાત, ૧૧ દીકરીઓને કીટ વિતરણ સાથે પ્રેરણાદાયી સંદેશ. શામળાજી-હિંમતનગર હાઇવે પર LCBનો મોટો પ્રહાર : ૯૨.૩૨ લાખનો દારૂ ભરેલો કન્ટેનર ઝડપાયો, રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ. તાપી વિકાસને નવી દિશા : મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ₹1600 કરોડના સિંચાઈ પ્રકલ્પોનો ભવ્ય શુભારંભ, હજારો ખેડૂતોને મળશે બારેમાસ પાણી. શેરબજારમાં ભૂકંપ સમાન ધડાકો: સેન્સેક્સ ૧૬૩૬ અંક તૂટી ૭૧,૯૪૮ પર બંધ, નિફ્ટીમાં ૪૮૮ પોઈન્ટનો ઘટાડો — બેન્કિંગ, રિયલ્ટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલીથી રોકાણકારો ચિંતિત. દિલ્લી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડઃ સુરક્ષા એજન્સીઓની મોટી કાર્યવાહી, ISIના ઇશારે ચાલતા ભારત વિરોધી ષડયંત્રનો ભંડાફોડ.

ક્રાઇમ: પાલનપુરમાં ઝેરી દવા ગટગટાવી પતિ પત્નીનું મોત થયે 13 દિવસ થયા હોવા છતાં પોલીસની નજરથી આરોપી ફરાર

ક્રાઇમ: પાલનપુરમાં ઝેરી દવા ગટગટાવી પતિ પત્નીનું મોત થયે 13 દિવસ થયા હોવા છતાં પોલીસની નજરથી આરોપી ફરાર: આખરે આરોપીને પકડવા પોલીસે ઢીલી નીતિ અપનાવી. અરજદાર પતિ – પત્ની બંને સાથે ઝેરી દવા ગટગટાવતા બે માસૂમ બાળકો નોધારા બન્યા.
પાલનપુરમાં આવેલ શાંતિનગર વિસ્તાર રહેતા મુકેશભાઈ તેમજ તેમના પત્નિ રેખાબેન ને ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું , જે બાબતે સત્યતા બહાર આવતા જાણવા મળેલ હતું કે રૂપાલ ગામના વતની અને હાલ પાલનપુર રહેતા ડૉ. અશોકભાઈ જોડે પૈસાની લેવડ દેવડ ને લઈને મુકેશભાઈ વારંવાર જાણ કરતા પણ આરોપી દ્વારા પૈસા ના આપવાના કારણે આખરે પતી પત્નીએ જીવન ટુંકાવ્યું હતું,
સમગ્ર બાબતે મુકેશભાઈ ના પુત્રએ જણાવ્યું હતું કે મારા માતા પિતાના આરોપીને હજુ સુધી કેમ પકડવામાં આવ્યો નથી , જેને લઈ આખરે ફરિયાદ નોધાવ્યા બાદ પણ આરોપી પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી અને હજુ સુધી આરોપીને પકડવામાં આવતો નથી તેવા ગંભીર આક્ષેપો કરી પોલીસ તંત્ર સામે રોસ જમાવ્યો હતો અને ફરીવાર પણ જિલ્લા પોલીસ વડા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

તેમજ અન્ય પદાધિકારીઓને અરજી લખી આરોપીને તાત્કાલિક કસ્ટડી કરી જેલના સળિયા પાછળ ખસેડવામાં આવે તેવી આખરે અરજી કરવામાં આવી હતી… અને એના પછી પણ જો આરોપીને પકડવામાં નહીં આવે તો કલેકટર કચેરી મોટી સંખ્યામાં
આવેદનપત્ર આપવામાં આવશે અને જો જરૂર પડશે તો અમે કલેક્ટર કચેરી ભૂખ હડતાલ ઉપર પણ ઉતરી જશે જ્યાં સુધી આરોપી ની ધરપકડ.નહીં થાય  ત્યાં સુધી અમે જગ્યા ત્યાંથી  .છોડશો નહીં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ની ઢીલી  કામગીરી
છે એવું મરનાર પતિ પત્નીના સગા વાલા અને એમના બાળકોનું કહેવું છે આવનાર સમયમાં ઉગ્ર આંદોલન માટે પાલનપુર સીટીની પોલીસને તૈયાર રહેવું પડશે એવો ચર્ચાનો વિષય બન્યો છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?