અંબાજી ના મેન સર્કલ થી માત્ર 100 મીટર ના અંતરાલે લાગે ગન્દગી નો મોટો હબ બનાવી રાખ્યો

અંબાજી : બનાસકાંઠા વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી માં દેશ વિદેશ થી માઇભક્તો માતાજી ના આશીર્વાદ મેળવવા આવતા હોય છે.. અને એક સ્વચ્છ સુંદર અંબાજી ની છવિ પોતાના મન માં ધરાવતા હોય છે. પરન્તુ હાલ માં અંબાજી ઠેરઠેર ગન્દગી થી ઉભરાઈ રયુ છે. હાલ માં અંબાજી ના મેન સર્કલ થી માત્ર 100 મીટર ના અંતરાલે લાગે ગન્દગી નો મોટો હબ બનાવી રાખ્યો હોય તેવું લાગી રયુ છે.

અંબાજી માં અગાઉ સાફ સફાઈ માટે ઓલ ગ્લોબલ સર્વિસ ની કામગીરી હતી જે પોતાની ફરજ બજાવી સાફ સફાઈ ની સુંદર કામગીરી કરી હતી.પણ હાલ માં અંબાજી ની સાફ સફાઈ ની કામગીરી રાજદીપ એન્ટરપ્રાઇજ નામ ની કંપની ને સોંપવામાં આવી છે જે સફાઈ ના નામે માત્ર દેખાવો કરતી હોય તેવું લાગી રયુ છે.

અંબાજી ના મેન સર્કલ ના બાજુ માં ગન્દગી થી ઉભરાઈ રયુ છે અને મોટો રોગસાલો ફાટી નીકળે તેવી શક્યતા વધી રહી છે. ડી.કે.સર્કલ જોડે આવેલા નાના મોટા વેયપારિયો અને ત્યાં થી જતા આવતા યાત્રાળુઓ નો મોટો મુશ્કિલી નો સામનો કરવો પડી રયો છે. ડી.કે.સર્કલ નજીક ડંપિંગ પોઇન્ટ કર્યું હોય તેવું લાગી રયુ છે જેથી રોડ રસ્તાઓ પર કચરો અને ગન્દગી આવવા થી મંદિરે જતા દર્શનાર્થીઓ અને ગ્રામજનો સહિત ત્યાં ના નાના મોટા વેયપારિયો ને ખુબજ મુશ્કિલી નો સામનો કરવો પડી રયો છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ