Samay Sandesh News
ગુજરાતપાટણ

આઈ.ટી.આઈ. પાટણ ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

ઔધોગિક તથા સર્વિસ સેકટરના એકમો દ્વારા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

પાટણ જિલ્લાની નોડલ આઈ.ટી.આઈ, રાજપુર પાટણ ખાતે આગામી તા.૦૪ ઓક્ટોબર,૨૦૨૧ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જીલ્લાના વિવિધ ઔધોગિક એકમો અને સર્વિસ સેક્ટરના એકમો એપ્રેન્ટીસ ભરતીમેળામાં હાજર રહેનાર હોઈ વિવિધ ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ ઉમેદવાર જેવાંકે ફીટર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, વેલ્ડર, મિકેનિક ડીઝલ તેમજ નોન એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ જેવાંકે બી.એ, બી.કોમ, બી.બી.એ, બી.સી.એ પાસ અને રસ ધરાવતા ઉમેદવારોને ઉપરોક્ત સ્થળ અને સમયે જરૂરી તમામ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું એમ આઈ.ટી.આઈ પાટણના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

વિદેશી બાળકોએ પોતાની બચતમાંથી દાંતા તાલુકાના આદિજાતિના બાળકોને ભેટ મોકલી

samaysandeshnews

મેરી માટી, મેરા દેશ અભિયાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓની સમીક્ષા કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમ

cradmin

GUJARAT: ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા તથા તેના સંવર્ધન અને જતન માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર પહેલ

cradmin

Leave a Comment

error: Content is protected !!