ભરવાડ યુવકની હત્યાનાં પડઘા સુરત ગ્રામ્યમાં પણ પડી રહ્યા છે ત્યારે પલસાણા ખાતે ભરવાડ સમાજ દ્વારા રેલી કાઢી ભારે સુત્રોચાર સાથે મામલતદારને આવેદન પત્ર આપી મૃતક યુવકનાં પરિવારને ન્યાય મળે અને આરોપીઓને કડક થી કડક સજા થાય એવી માંગ કરવામાં આવી હતી.ધંધુકાનાં કિશન ભરવાડ નામનાં યુવકની બે રાઉન્ડ ફાયરિંગ કરી વિધર્મી યુવકોએ હત્યા કરી નાખી હતીહત્યા બાદ આરોપીને પોલીસે ગણતરીનાં કલાકમાં ઝડપી પાડ્યાં હતાં પરંતુ જે રીતે કટ્ટરપંથી વિચારધારા એ હત્યા કરી જેના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે.
ત્યારે આજે સુરત જિલ્લાનાં પલસાણા ખાતે ભરવાડ સમાજ દ્વારા ભારે સુત્રોચાર સાથે રેલી કાઢી હતી પલસાણા મામલતદારને આવેદન પત્ર આપી મૃતક કિશનભાઈ શિવાભાઈ બોડિયાની હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.
