Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

ચૈત્રી નવરાત્રી હિન્દુ સંસ્કૃતિનું મહત્વ અને વિશેષ અનુષ્ઠાન કરતા લીમધ્રાના રામદાસ બાપુ

વિસાવદર, લીમધ્રા – હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે આ પવિત્ર અવસરે ભક્તિ,સાધના અને આધ્યાત્મિક શાંતિ માટે દેશભરમાં અનેક પૂજા-પાઠ અને યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે. નવગ્રહોની અનુકૂળતા માટે ખાસ પ્રાર્થનાઓ અને હવન કરવામાં આવે છે જે ભક્તો માટે આધ્યાત્મિક ઉન્નતિ અને કલ્યાણકારક માનવામાં આવે છે.

વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે પરમ પૂજ્ય રામદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિશેષ અનુષ્ઠાન શરૂ કરાયું છે.આ અનુષ્ઠાન અંતર્ગત નવ દિવસીય હવન, નવચંડી યજ્ઞ અને દિવ્ય સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે.સ્થાનિક ભક્તો તેમજ આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉમંગભેર જોડાઈ રહ્યા છે.આ પ્રસંગે ધાર્મિક ઉપદેશ અને સંસ્કૃત શ્લોકોના પાઠ દ્વારા શાંતિ અને સંમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

સનાતન ધર્મમાં ગાય માતાનું પણ આગવું મહત્વ છે.ગાય માતા માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં,પરંતુ પર્યાવરણ અને આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અનુષ્ઠાનમાં ગાય માતાની રક્ષા માટે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.વિશેષ કરીને,યજ્ઞમાં ગાયના છાણ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે, જે અત્યંત પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે.ગૌયજ્ઞના માધ્યમથી આધ્યાત્મિક તેમજ પર્યાવરણને અનુકૂળ પ્રભાવ પ્રાપ્ત થાય છે.

હોમાત્મક વિધિમાં તલ અને જવનો પણ ઉપયોગ કરવામાં આવે છે,જે હવન દરમિયાન હવાની શુદ્ધતા અને પર્યાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે મહત્વપૂર્ણ છે.આ પ્રક્રિયા પર્યાવરણને શુદ્ધ રાખવા અને પ્રાણવાયુમાં પવિત્રતા લાવવા માટે જાણીતી છે.

મહત્વનું છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન લીમધ્રા ગામે રાત્રિના સમયે નવદુર્ગા સ્વરૂપ નાની નાની બાળાઓ કે જેને આપણે કુવારકા દીકરીઓ કહીએ છીએ તેમના માટે ખાસ રાસગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. આ રાસગરબા માત્ર માતાજીની આરાધના અને ભક્તિ માટે રાખવામાં આવે છે, જ્યાં દીકરીઓ ભક્તિભાવથી જોડાઈને માતાજીની આરાધના કરે છે. આ પરંપરા મહિલા શક્તિ અને આધ્યાત્મિક જોડાણનું પ્રતીક છે, જે નવરાત્રીને વધુ પવિત્ર અને ભવ્ય બનાવે છે.

આવી ધાર્મિક પ્રવૃત્તિઓ સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની પવિત્રતા અને મહત્તાને ઉજાગર કરે છે.જે ભક્તો આ અનુષ્ઠાનમાં જોડાવા ઈચ્છે તેઓ લીમધ્રા ગામે આવી આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ પુણ્યનું ભાથુ બાંધી શકે છે.

ઉદય પંડ્યા દ્વારા

Related posts

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખલીપુર પાંજરાપોળ ખાતે અનુમોદના અવસર સંપન્ન

samaysandeshnews

જેતપુર તાલુકાના ઉમરાળી ગામે જુગાર રમતા પાંચ શખ્સોને રાજકોટ ગ્રામ્ય LCB એ ઝડપી લીધા

samaysandeshnews

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ખાતે namo એપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!