Latest News
મહારાષ્ટ્રના રાજકારણમાં તણાવ વચ્ચે સંજય રાઉતનો સ્પષ્ટ સંદેશ: “દુશ્મન પણ સંપર્કમાં હોય છે, પણ વિચારધારાનો સંઘર્ષ યથાવત” મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ: પાર્થ પવાર અને રાજ ઠાકરે વચ્ચે દોઢ કલાકની ગુપ્ત બેઠકથી અટકળો તેજ. મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા દિશામાં ઐતિહાસિક પગલું: સી-60 કમાન્ડોને મેડલની જાહેરાત, ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ સામે સખત લડતનો સંકલ્પ ગુજરાતના આંગણે વડાપ્રધાનનું આગમન — અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વિકાસયાત્રાની નવી શરૂઆત. મહારાષ્ટ્રના રાજકારણમાં ‘મોટા ભૂકંપ’ના સંકેત: એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત બાદ સત્તાના સમીકરણોમાં ઉથલપાથલની અટકળો તેજ ઈરાનના મશહદ ઍરપોર્ટ પર હવાઈ હુમલો: દિલ્હી આવનાર માનવતાવાદી વિમાન નિશાન બનતાં વૈશ્વિક ચિંતા તેજ

તારાણા પાસે LCBનો દરોડો: કારમાંથી 245 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ₹7.02 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લામાં દારૂબંધી કાયદાના કડક અમલ હેઠળ એલસીબી દ્વારા ફરી એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોડીયા તાલુકાના તારાણા ગામ પાસે હાઈવે રોડ પર એચ.પી. પેટ્રોલપંપ નજીક દરોડો પાડીને કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે એક આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહી જામનગર એલસીબી દ્વારા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ અશોકકુમાર તથા જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પ્રોહીબિશન અને જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા મળેલી સૂચનાના અનુસંધાને એલસીબીની ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

તે દરમિયાન સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે તારાણા ગામથી માળીયા તરફ જતા રોડ પર સફેદ રંગની બ્રેજા કાર નંબર GJ-10-DR-5842ને રોકી તપાસ કરવામાં આવી હતી. કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો મળી આવી હતી.

પોલીસે તપાસ દરમિયાન કુલ 245 બોટલ દારૂ કિમત ₹97,600, એક મોબાઇલ ફોન કિમત ₹5,000 અને કાર કિમત ₹6,00,000 મળી કુલ ₹7,02,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે સુમીત સુનીલભાઈ મંદિયાણી (ઉંમર 21, રહે. જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે દારૂ વેચાણ માટે રાખેલો હતો. વધુમાં દારૂ ગોવા તરફથી લાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં સંડોવાયેલા ફરાર આરોપી હીરેન ઉર્ફે ભાવેશભાઈ ચૌહાણ (રહે. દરેડ ગામ)ને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

આ મામલે પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે અને પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ દરોડો પો.ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયા ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. સી.એમ. કાંટેલિયા, પો.સ.ઇ. એમ.વી. ભાટીયા તથા એલસીબીના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવ્યો હતો. ટીમના અન્ય સ્ટાફે પણ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર કરતા તત્વોમાં ચકચાર મચી છે.

પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સપ્લાય ચેઇન સુધી પહોંચીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવશે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?