Latest News
જામનગરની દીકરી દેવાંશી પાગડા લાયન્સ ક્લબ ઇસ્ટના ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં “પ્રતિભા સન્માન એવોર્ડ”થી સન્માનિત પાટણમાં ધો. ૧૧ સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત: યુવકના ત્રાસથી જીવ ટૂંકાવવાનો નિર્ણય લેનારી દિકરીનાં મોતે શોકની લાગણી “એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત દંતાલી ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ: રાજ્યના નાગરિકો વૃક્ષોના જતન માટે એકજ સંકલ્પ સાથે જોડાયા લાંચ લેતા તલાટી ઝડપાયો: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબાવાવડી ગામનો તલાટી જયદીપ ચાવડા ACBના લાલજાળમાં ફસાયો વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચાની અનોખી અભિવ્યક્તિ: વડાપ્રધાન મોદીને રાખડી મોકલી દેશપ્રેમ અને નારી સશક્તિકરણનો સંદેશ આપ્યો સિદ્ધપુરમાં SMC ની ચમકદાર કાર્યવાહી: ₹32 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 3 રાજસ્થાનના આરોપી ઝડપાયા, 6 ગુનાઓનો મુખ્ય દોષિત હજી ફરાર

જામનગરના મહિલા પોલીસ સ્ટેશન મહિલા પોલીસ કર્મચારી અને તેના પતિના અવસાન બાદ તેની એક વર્ષની પુત્રીને પોલીસ વિભાગની આર્થિક સહાય

એસ.પી. શ્રી ની હાજરીમાં બાળકીના સ્વજનોને પોલીસ વિભાગ દ્વારા એકત્ર કરાયેલું રૂપિયા ૭.૧૧ લાખનું અનુદાન અર્પણ કરાયું

જામનગર તા ૧૮, જામનગરના મહિલા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સેજલબેન જોગેશભાઈ નકુમ, કે જેઓનું ગત વર્ષે હ્રદય રોગનો હુમલો આવી જતાં અવસાન થયું હતું, અને તેના વિયોગમાં ત્યારબાદ તેણીના પતિ જોગેશભાઈ નું પણ અવસાન થતાં તેઓની એક માત્ર છ માસની પુત્રી નોંધારી બની ગઈ હતી.


જે હાલ એકાદ વર્ષની ઉંમરની છે. જે બાળકીના ઉજવળ ભવિષ્ય માટે મદદ રૂપ થવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે ફાળો એકત્ર કર્યો હતો. જેમાં જામનગર જિલ્લાના એસ.પી.શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના તમામ અધિકારી અને કર્મચારીઓ દ્વારા કુલ ૭,૧૧,૦૦૦ (સાત લાખ અગિયાર હજાર) જેટલી સહાયની રકમ એકત્ર કરી લેવામાં આવી હતી.


જે તમામ રકમ આજે સેજલબેન ના પિતા તેમજ જોગેશ ભાઈના પરિવાર વગેરેને એસ.પી. કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, અને તેઓની હાજરીમાં નાની બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે ૭,૧૧,૦૦૦ ની રકમ અર્પણ કરવામાં આવી હતી.


આ વેળાએ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ સાહેબ, જામનગર પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા સાહેબ, જામનગર શહેર વિભાગ ના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા સાહેબ તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.આર. કારાવદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેના અનુસંધાને સેજલબેન નકુમના પરિવારજનોએ સમગ્ર પોલીસ વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?