દ્વારકામાં R&B ઈજનેરની ચોપડાની દાદાગીરી! પાડલી–ગોરીયાળી માર્ગકામમાં ‘કોન્ટ્રાક્ટર સામે અમે લાચાર’ કહી પ્રજાને પડકાર — ‘જે કરવું હોય તે મારી સામે કરી લો!’”
* અધૂરૂં રોડવર્ક, ખોટી પૂર્ણતાની તારીખ, સફેદ રંગથી ઢાંકવાનો ષડયંત્ર — કરોડોની યોજનામાં ગોટાળો બહાર આવ્યો
*
ઈજનેરનું આઘાતજનક નિવેદન: “કોન્ટ્રાક્ટર સામે કંઈ કરી શકતા નથી” — વિકાસ વિભાગની નિષ્ફળતા જાહેર
ગ્રામજનોમાં રોષ: ‘સરકારે કાગળ પર રસ્તો બનાવી દીધો, જમીન પર તો ખાડા જ ખાડા!’”
“RTI એક્ટિવિસ્ટ માણેક આલાભા આશાભાની ચીમકી — જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, TDO અને મામલતદારને રજૂઆત; પગલા નહીં લેવાય તો મુદ્દો સીધો મુખ્યમંત્રીશ્રી સુધી લઈ જશું!”
જીલ્લાનું તંત્ર સૂતું છે કે સેટિંગમાં છે? — RTI માણેક આલાભાની ચેતવણી: ‘સમયસર પગલાં નહીં લો તો મામલો સીધો ગાંધીનગરની ટેબલ પર!’”*
“કોન્ટ્રાક્ટર માટે તંત્ર ‘લાચાર’? માણેક આલાભાની ચેતવણી: ‘7 દિવસમાં કાર્યવાહી કરો, નહીં તો રાજ્યકક્ષાના તંત્ર પગલાં લેશે

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળ (દ્વારકા) તાલુકાના પાડલી અને ગોરીયાળી ગામ વચ્ચે કિસાન પંથ ગ્રામ માર્ગ યોજના હેઠળ ૬.૬૦૦ કિમીના રોડકામમાં ઉછળેલા ગોટાળાઓ હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ૦૭ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થયેલું કામ લગભગ પૂરેપૂરું અધૂરું છે, છતાં કામ પૂર્ણતાની ખોટી તારીખ બોર્ડ પર દર્શાવી પછી તેને સફેદ રંગથી ઢાંકી દેવાઈ — જે જનતાને ભ્રમિત કરવાનો ખુલ્લો પ્રયાસ ગણાય છે।
સ્થળ મુલ્યાંકન સમયે પંચાયત માર્ગ અને મકાન વિભાગના ઈજનેરશ્રી દ્વારા સ્વીકારવામાં આવ્યું કે કાર્ય પૂર્ણ નથી અને બોર્ડ પર દર્શાવેલી તારીખ ખોટી છે. પરંતુ સૌથી ચોંકાવનાર વાક્ય તો એ હતું —“કોન્ટ્રાક્ટર સામે અમે લાચાર છીએ… જે કરવું હોય તે મારી સામે કરી લો!” તે તારીખ ૧૦/૧૨/૨૦૨૫ દ્વારકા ટુ ડે ના લાઈવ જણાવેલ
સરકારી ઇજનેર દ્વારા આપેલા આવા નિવેદનથી સમગ્ર વિકાસ વિભાગના કાર્ય પર સવાલો ઊભા થયા છે. શું તેમાં ગોટાળા છુપાયેલા છે? શું ઠેકેદાર અને અધિકારીઓ વચ્ચે અપ્રગટ સેટિંગ છે? અથવા વિભાગે જનહિતને સંપૂર્ણપણે અવગણ્યું છે?
ગેરરીતિઓ ખુલ્લા પડ્યાં દ્વારકા ટુ ડે લાઈવ જુલાઈ ૨૦૨૫ ના પત્રકાર શ્રી બુધાભા ભાટ્ટી લાઇવ માં પાડલી /ગોરીયાળી રોડ લાઈવ કરેલ તેમાં સ્પષ્ટ બોર્ડમાં કામ પૂર્ણ થયેલ તેવું બોર્ડમાં લખેલું હોવાના પુરાવા છે પંચાયત અને માર્ગ મકાન વિભાગ દ્વારકા ભૂલથી લખાઈ ગયું તેવો બચાવ કરી શું સાબિત કરવા માંગે છે
ખોટી પૂર્ણ તારીખ — પ્રજાને ગેરમાર્ગે દોરવાનો ગુનો
કામ અધૂરું હોવા છતાં તારીખ જાહેર કરીને તેને પછી ઢાંકવી, ઠેકેદારી કરાર અને સરકારની પારદર્શિતા નીતિનો સીધો ભંગ છે।

કરાર શરતોનો ઉલ્લંઘન
સમયમર્યાદાનો સ્પષ્ટ ઉલ્લંઘન
કામની નબળી ગતિ
ફરજીયાત પ્રગતિ અહેવાલ સબમિટ ન કરવો અને દંડની જોગવાઈઓનું પાલન ન કરવું
આ બધું સ્પષ્ટ કરે છે કે કામની દેખરેખ રાખતા અધિકારીઓ પણ જવાબદારીથી ભાગી રહ્યાં છે।
10% દંડની વાત માત્ર દેખાવ?
વાસ્તવમાં યોજના માર્ગદર્શિકા મુજબ: કરાર રદજામીનરાશિ જપ્તએજન્સીની બ્લૅકલિસ્ટિંગ
ફરજિયાત બને છે. પરંતુ અહીં ફક્ત “10 ટકા દંડ” બોલીને મામલો ઠંડો પાડવાનો પ્રયાસ જોવા મળે છે
સ્થાનિકોની પ્રતિક્રિયા
ગામના લોકોએ કટાક્ષ કરતા જણાવ્યું:
“આ રસ્તો સરકારની ફાઇલોમાં બનાવાયો છે… ગામમાં તો હજુ કાચો રસ્તો અને ખાડા જ દેખાય છે!”
જવાબદાર અધિકારીઓનો નિમ્ન વલણ
જ્યાં સામાન્ય નાગરિકો વિકાસ કાર્યમાં પારદર્શિતાની અપેક્ષા રાખે છે, ત્યાં R&B ઈજનેરનું ‘લાચાર’ નિવેદન સમગ્ર લાઇન વિભાગને કલંકિત કરે છે. જો વિભાગ કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી જ ન કરી શકે, તો વિકાસ વિભાગની જરૂરત શું?
“RTI એક્ટિવિસ્ટ માણેક આલાભા આશાભા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત — પગલા ન લેવાય તો મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર રજૂઆત કરવામાં આવશે.”
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કરોડોની કિસાન પંથ યોજના હવે ભ્રષ્ટાચાર, બેદરકારી અને વહેવારની ગંધથી ઘેરાઈ રહી છે.
હવે જો જિલ્લાના અધિકારીઓ તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરે, તો આ કેસ રાજ્યકક્ષાનો વિશાળ મુદ્દો બની શકે છે.







