Latest News
“કુદરતની આફત સામે સરકારનો કરુણાસભર હાથ: કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન પર ટૂંક સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ” “ઓપરેશન ફેક ડૉક્ટર”: દેવભૂમિ દ્વારકામાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ પોલીસનો તડાકેદાર ધડાકો — ભાણવડ અને બેટ દ્વારકામાં બે નકલી ડૉક્ટર ઝડપાયા, આરોગ્યતંત્રમાં હલચલ ભાણવડમાં જમીનજોતનો જંગ : સરકારી જમીનને ખાનગી ખેતર ગણાવનાર પર કાયદાનો ડંડો, ધુમલી ગામે કરોડોની સરકારી જમીન પર આંબા અને મગફળીના વાવેતરનો ચોંકાવનારો ખેલ! જેતપુરમાં લાયન્સ ક્લબ રોયલના ડિસ્ટ્રીક્ટ ગવર્નર ધીરૂભાઈ રાણપરીયાના પરિવારજનોએ સોમયજ્ઞમાં હવનનો લ્હાવો લઈ ધાર્મિક ભક્તિનો અદભુત સંદેશ આપ્યો અબોલ જીવો માટે જીવ અર્પણ કરનાર પોલીસ કર્મચારી : અંકલેશ્વરના અરવિંદભાઈએ સ્વાનને બચાવતાં આપ્યો જીવનનો સર્વોચ્ચ બલિદાન દ્વારકા શહેરના ભાજપ મંત્રી મુન્નાભાઈએ રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે કરી સૌજન્ય મુલાકાત : દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા, ધાર્મિક-પર્યટન પ્રોજેક્ટો માટે ખાસ રજૂઆતો

 ધંધુકા તાલુકામાં ભારે વરસાદના કારણે અસ્તવ્યસ્ત સ્થિતિ: નદીઓમાં ઘોડાપુર, રસ્તા બંધ, જીવહાની અને ખેતીને નુકસાન

ધંધુકા તાલુકામાં ચાલુ વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે પરિસ્થિતિ સતત વણસતી જઈ રહી છે. ભડલા ડેમના દરવાજા ખોલવાની જાહેરાત થયા પછી તંત્રે નદી કાંઠાના ગામોને એલર્ટ પર મુક્યા છે. ભાદર નદીના પાણીના પ્રવાહમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.

નદીકાંઠાના ગામોને એલર્ટ વાગડ, મોરસિયા, ગુંજાર, કોટડા, રંગપુર અને અડવાળ જેવા ગામોમાં રહેવાસીઓને નદીના કાંઠાથી દૂર રહેવા તંત્રે સૂચના આપી છે. કેટલાક વિસ્તારોમાં નદીના પાણી ઝૂંપડાઓમાં ઘૂસતાં લોકો રસ્તા પર આવી ગયા છે. લીમડી ત્રણ રસ્તા અને અમદાવાદ હાઈવે પર પણ પાણી ફરી વળતાં ટ્રાફિક ખોરવાયો છે.

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યાં નદીના પાણી ધંધુકા શહેરના સ્મશાન, પ્લોટ વિસ્તાર, ગુલીસ્થાન સોસાયટી જેવી નીચાણવાળી જગ્યા પર પણ નદીના પાણી ઘૂસી ગયાં છે. આમ, શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને પર કુદરતી આપત્તિ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

તાત્કાલિક તંત્ર સક્રિય થયું જાણ મળતાં જ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ, મામલતદાર વિજયસિંહ ડાભી, પોલીસ સ્ટાફ અને અન્ય તાત્કાલિક સેવા દળ પર પહોંચી કામગીરીમાં લાગી ગયાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મદદ કરવામાં આવી રહી છે.

અડવાળ ગામમાં કરુણ ઘટના – વૃદ્ધાનું મોત અડવાળ ગામમાં 95 વર્ષની પાર્વતીબેન પનારાનું કાચા ઢાળિયાની છત તૂટી પડવાથી કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના મધ્યરાત્રીના સમયે બની હતી. ધંધુકા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે .વિશ્વમાર્ગો બંધ અને ખેતીને નુકસાન ત્રાડીયા-બાજરડા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં ગામનો મુખ્ય માર્ગ ધંધુકા સાથે બંધ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તાત્કાલિક વળતર અને સહાય માટે ખેડૂતો સરકારી તંત્ર સામે માંગણી ઉઠાવી રહ્યા છે.

ધંધુકામાં કુદરતનો કહાર હાલ પણ યથાવત છે. તંત્ર સતર્ક છે પણ લોકોને પણ સતર્ક રહેવાની કડક જરૂર છે.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

દ્વારકા શહેરના ભાજપ મંત્રી મુન્નાભાઈએ રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે કરી સૌજન્ય મુલાકાત : દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા, ધાર્મિક-પર્યટન પ્રોજેક્ટો માટે ખાસ રજૂઆતો

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?