- માનવ સેવા યુવક મંડળને ૨૫ મું ચક્ષુદાન મળ્યું.
ધોરાજીમાં માનવ સેવા યુવક મંડળ દ્વારા જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ જેવી કે દેહદાન , ચક્ષુદાન , રકતદાન , મેડીકલ કેમ્પો , સર્જીકલ કેમ્પ , બીન વારસદાર શબના અંતીમ સંસ્કાર એ.સી. કોટીન સહીતની સેવાકીય પ્રવૃતિના પ્રવૃતીઓ કરવામાં આવે છે . ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં રહેતા રવજીભાઇ મકવાણાનું અવસાન થતા તેમના પુત્ર અનીલભાઇ અને સગા સંબંધીઓ દ્વારા ચક્ષુદાન કરવા જણાવતા માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી દ્વારા ચક્ષુઓ સ્વીકારવામાં આવેલ હતી . આ તકે સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો.જયેશ વસેટીયન દ્વારા ચક્ષુદાતા પરીવારજનોને ચક્ષુદાન અંગે માર્ગદર્શન આપેલ હતું . આ તકે પાર્થ મેઘનાથી , ગીરાબેન ગૌસ્વામી , નીમેશભાઇ , અશ્વીનભાઇ અને ચક્ષુદાતાના પરીવારજનો હાજર રહેલ હતા . આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયાએ જણાવેલકે , ૨૫ ચક્ષુદાન થયેલ છે . જેથી ૫૦ લોકોના જીવમાં માનવ સેવા યુવક મંડળ દ્વારા અજવાળા પથરાયા છે અને વધુને વધુ લોકો ચક્ષુદાન કરે તે અંગે તેઓએ જણાવેલ હતું . મેડીકલ ટીમ દ્વારા ચક્ષુદાન સેવાઓ ચાલુ કરેલ છે . જેથી અન્ય અંધ લોકોના જીવનમાં નવી રોશની મળી શકે એમ માનવ સેવા યુવક મંડળની યાદીમાં જણાવેલ છે .