જુનાગઢ: વિદ્યાર્થી ની ને રસ્તા વચ્ચે ઉતરી દેવાના મુદ્દે જુનાગઢ ડેપો મેનેજર આવેદન ના સ્વીકારતા ABVP દ્વારા બસ રોકો આંદોલન: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી હિત માટે લડતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
તારીખ 19/10/2023 ના રોજ તાલાળા થી જુનાગઢ અભ્યાસ અર્થે અપ-ડાઉન કરતા શિલ્પાબેન ની પરીક્ષાના પેપર સમયે જ એસ.ટી. બસ દ્વારા ચાલુ બસે અવાવરું તેમજ સુમસામ જગ્યા ઉપર જબરદસ્તી ઉતારી દેવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીની પાસે પાસ હોવા છતાં જબરદસ્તીથી રસ્તા વચ્ચે જ તેને ઉતારી દેવામાં આવતા પરીક્ષા હોવાથી ઘણી આજીજી કરવા છતાં બસમાં ના બેસવા દેવામાં આવતા પરીક્ષાનું એક મહત્વપૂર્ણ પેપર છૂટી જતા શૈક્ષણિક વર્ષ પણ બરબાદ થઈ થઇ જતાં પીડિતા ડિપ્રેશનમાં આવી માનસિક અસ્વસ્થ થઈ ગયેલ છે.
S. T. વિભાગ ના આ પ્રશ્નનું નિરાકરણ લાવવા ABVP જુનાગઢ દ્વારા 20/10/2023 ના રોજ વિભાગીય કચેરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાથે લેખિતમાં જણાવ્યું હતું કે ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે.
પરંતુ બહેરા તંત્રએ તેમને ન્યાય ના આપતા આજરોજ ABVP જુનાગઢ દ્વારા એસ.ટી. બસ ડેપોમાં ધરણા પ્રદર્શન તેમજ બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં જેનીશભાઈ ભાયાણીએ તેમજ રાજભાઈ ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે એક તરફ સરકાર બેટી બચાવો – બેટી પઢાવો ના નારા લગાવે છે.
તેમજ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે. જ્યારે બીજી તરફ એક મહિલા અને વિદ્યાર્થીનીને જંગલના સુમસાન રસ્તા વચ્ચે ઉતારી દેવામાં આવે છે અને શૈક્ષણિક જીવન ઉપર પ્રહાર કરવામાં આવે છે. આવા સમયે આ જગ્યા ઉપર કોઈ બળાત્કાર કે અનિચ્છનીય ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? આવા પ્રશ્ન સાથે ઉગ્ર રજૂઆત કરી બસ લોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
https://samaysandeshnews.in/china-warns-against-empty-slogans-at-cop28-climate-talks/
જુનાગઢ ડેપો મેનેજર વિપુલભાઈ મકવાણા હાજર હોવા છતાં વિદ્યાર્થીનીનો પ્રશ્ન ન સાંભળતા તેમજ મારો પ્રોટોકોલ મુજબ હું બહાર ન આવી શકું તેવો ઉડાવ જવાબ આપતા. બાહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાથે બહેનો અને નાગરિકો ABVP ના સમર્થનમાં રામધૂન બોલાવી ધરણા કરવામાં આવેલ.
છતાં ડેપો મેનેજર વાત ન સાંભળી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની મૌખિક બાહેધરી આપ્યા બાદ આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું.
ફરીવાર ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. આ તકે પ્રમુખ કાર્યકર્તા જેનીશભાઈ ભાયાણી, જુનાગઢ નગર મંત્રી રાજભાઈ ઝાલાવાડીયા, અવધભાઈ ડાંગર સાથે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ બહેનો અને નાગરિકો પણ જોડાયા હતા.