Latest News
વિમ્બલ્ડન અંડર-૧૪માં ગીર સોમનાથની જેન્સી કાનાબારે ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વ મંચ પર લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: વીરણીયા ગામેથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સો ઝડપાયા જમીન રી-સર્વે અને મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ માટે કાર્યશાળા: જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરશ્રીનું માર્ગદર્શન બકરાની ચરાઈના વિવાદે લોહિયાળ હુમલો: જેમા યુવકને માથામાં ગંભીર ઇજા, આરોપી વિરુદ્ધ BNS મુજબ ગુનો, તાત્કાલીક ધરપકડ ગુજરાતના માર્ગોમાં ઇકો-ઇનોવેશનનો માર્ગ: ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીથી રોડ રિસાઇક્લિંગ અને પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી મજબૂત અને ટકાઉ રસ્તાનું નિર્માણ ગુજરાતની મહાનગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે રોડ-રસ્તાઓની મરામત: ૬૫૯ કિ.મીમાંથી ૫૭૭ કિ.મી.ના રસ્તાઓ સુધારાયા, ૧૬,૬૮૫ ખાડા પૂર્ણપણે પૂરા

“પહેલાં રસ્તો, પછી ટોલ”: રાજકોટ–જેતપુર હાઇવે પર જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિનો દમદાર વિરોધ

“પહેલાં રસ્તો, પછી ટોલ”: રાજકોટ–જેતપુર હાઇવે પર જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિનો દમદાર વિરોધ

રાજકોટ, તા. 8 જુલાઈ:
રાજકોટથી જેતપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-27) પર ચાલી રહેલા સિક્સલેન હાઈવેના બિનમાપદંડવાળા અધૂરા કામ અને તેના કારણે જનજીવન પર પડતી ગંભીર અસર સામે હવે લોકોનો ધીરજ તૂટી ગયો છે. ઘાસ વટાવી ભેંસ શોધવાની જેમ હરાગત કામની સ્થિતિ સામે આખરે કોંગ્રેસની “જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિ” દ્વારા મંગળવારે જુલાઈ 8ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર પ્રદર્શન અને ઘેરાવ યોજાયો. આ આંદોલનમાં ટ્રાવેલ્સ અને ટેક્સી સંચાલકોએ પણ ખુલ્લું સમર્થન આપી, જો તંત્ર કડક પગલાં ન લે તો હડતાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે.

હાઈવે કે દુઃખની લાઈન? લાખો મુસાફરો માટે NH-27 બની ગયો છે જીવલેણ માર્ગ

અધૂરી કામગીરી અને બિનમાપદંડ ડાયવર્ઝન માર્ગો વચ્ચે મુસાફરી કરવું હવે લોકોને રોજિંદા ત્રાસરૂપ અનુભવ તરીકે ભોગવવું પડે છે. રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છને કનેક્ટ કરતો મુખ્ય હાઈવે હોવા છતાં આ માર્ગ પર અવ્યવસ્થાની અદભુત તકો છે. વૃદ્ધો, બાળકો, મહિલા મુસાફરો, એમ્બ્યુલન્સ, બસો અને વેપારિક માલવાહક વાહનો તમામને ગંભીર અસુવિધાઓનો સામનો કરવો પડે છે. વાહનના ટાયર અને સ્પેરપાર્ટ્સ વારંવાર તૂટી જાય છે. અનેક વખતે દુર્ઘટનાઓમાં જીવ ગુમાવવાની ઘટનાઓ નોંધાઈ છે.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી પર ઘેરાવ, ભારે પોલીસ બંદોબસ્ત

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલીયા, ડો. રાજદીપસિંહ જાડેજા, રોહિતસિંહ રાજપૂત, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરો શહેરના શારદા બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી. રેલી અંતે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી તંત્રના વિલંબ સામે ઉગ્ર નિવેદનો આપ્યા. કચેરીમાં “ભ્રષ્ટાચાર બંધ કરો”, “ભાજપ હાય હાય”, “ટોલ માફ કરો” જેવા સૂત્રોચ્ચાર ગુંજ્યા. એક કલાક સુધી કાર્યકરો અને આગેવાનોએ રામધૂન બોલાવતાં કલેક્ટર કચેરીને ‘બાન’માં લીધી હતી. પોલીસનો ભારે બંદોબસ્ત હોવા છતાં શિસ્તબદ્ધ રીતે આંદોલન કરાયું.

ટ્રાવેલ્સ અને ટેક્સી એસોસિયેશનનો એકસાથે ખુલ્લો ટેકો, ઉડતાળ અને હડતાળની ચેતવણી

ટ્રાવેલ્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર, ટ્રાવેલ્સ સંચાલકોને છેલ્લાં ઘણા મહિનાઓથી બિનમાપદંડવાળા રસ્તાઓ અને ટોલ વસૂલાતથી સતત નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જવાબદારી નક્કી કર્યા વિના વાહનચાલકો પાસેથી વસૂલાત કરાઈ રહી છે. “રોજિંદા મુસાફરીમાં દસથી પંદર મિનિટ બચવા બદલે હવે એકથી બે કલાક વધારે લાગે છે,” એવી એકબાજું ફરિયાદોમાં વધારો થયો છે. ટેક્સી એસોસિયશે પણ ઉડતાળની ચીમકી આપી છે અને ટોલ ટેક્સ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે.

માલવાહક વાહનોને નુકસાન અને વેપારીઓને આર્થિક નુકસાની

વિશાળ ટ્રાફિક જામના કારણે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મુશ્કેલી વધતી ગઈ છે. ટ્રકમાં ભરેલા સામાનને પણ નુકસાન પહોંચે છે. ખોટી ડિલિવરી ટાઈમલાઈનના કારણે વેપારીઓને ધંધામાં ખોટ ખાવા પડે છે. અનેક ઉદ્યોગકારોએ પણ ધૂળમટ્ટી અને ખાડાઓ ભરેલા માર્ગ પરથી માલ મોકલવામાં અનિચ્છા દર્શાવવાની શરૂઆત કરી છે.

પોલીસ બંધોબસ્ત અને ઘેરાવનો દ્રશ્ય

આંદોલન દરમિયાન કલેક્ટર કચેરીના મેદાનમાં ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. છતાં કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રવેશી ગયા અને ત્યાં એક કલાક સુધી ‘રામધૂન’ બોલાવતાં સૂત્રોચ્ચાર કર્યા. “ભાજપ હાય હાય”, “કલેક્ટર હાય હાય”, “રોડ આપો પછી ટોલ વસૂલો” જેવા ઘેરા નારા સાથે વિરોધ નોંધાવ્યો.

અકસ્માત, ઈંધણ વેડફાતું અને જીવલેણ વિલંબ — જન હિત પર સીધો આઘાત

અહિં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કારણકે રસ્તાઓ ઉપર સૂચના બોર્ડ, રિફ્લેક્ટર, બેરિકેડિંગ જેવી સલામતીની વ્યવસ્થા ગેરહાજર છે. ઈંધણનો વ્યર્થ વપરાશ પણ રોજિંદા પ્રમાણમાં વધ્યો છે, જેના કારણે સામાન્ય માનવીની ખિસ્સાને પણ સીધો ફટકો વાગે છે. આ સાથે ગંભીર દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ પહોંચી શકતી નથી, જેના કારણે જીવ ગુમાવાની સંખ્યામાં વધારો થયો છે.

દરરોજના સવાલો — જવાબદારો ક્યાં છે?

કોંગ્રેસના આગેવાનોએ અનેક તિખા સવાલો ઉઠાવ્યા:

  • 6(3) નિયમ મુજબ કામ પૂરુ થયા વિના ટોલ વસૂલાત કેમ ચાલુ છે?
  • માત્ર 35 કિ.મી.ના અંતરે બે ટોલ પ્લાઝા કાર્યરત — શું આ પરિવહન મંત્રાલયના નિયમોનો ભંગ નથી?
  • રૂ. 140 કરોડથી વધુની અંદાજિત આવક છતાં રોડ દયનીય કેમ છે?
  • ટોલ વસૂલાત કયા કરાર હેઠળ, કયા સમય માટે મંજૂર છે — તેનો ખુલાસો કેમ નથી?
  • ટોલ સંચાલકો અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કેમ નથી?

કોંગ્રેસની 9 મહત્વપૂર્ણ માંગણીઓ

  1. ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરવી ત્યાં સુધી કામ 100% પૂરું ન થાય.
  2. બિસ્માર વૈકલ્પિક રસ્તાઓની જલ્દી મરામત અને ગ્રેડિંગ કરવી.
  3. ટોલ સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવી.
  4. બે ટોલપ્લાઝા વચ્ચેનો અંતર નિયમ મુજબ સમીક્ષા કરવી.
  5. IRC-SP 55:2014 અનુસાર work zone ડાયવર્ઝન બનાવવું.
  6. બિનકાયદેસર દબાણ દૂર કરવા તાત્કાલિક પગલા.
  7. અકસ્માતગ્રસ્તો માટે એમર્જન્સી સેવાનો અમલ.
  8. સાંભળીને ચાલવા યોગ્ય રૂટ વિકલ્પો વિકસાવવા.
  9. ટોલ કોન્ટ્રાક્ટનો જાહેર ખુલાસો.

કલેક્ટરની પ્રાથમિક કામગીરી: ત્રણ બ્રીજ ખુલ્લા કરાશે

કલેક્ટર ડો. ઓમપ્રકાશે જણાવ્યું કે: “જામવાડી-વીરપુર, ગોમટા ફાટક અને વીરપુર બાયપાસ જેવા ત્રણ મહત્વના બ્રિજ તરત ખુલ્લા કરાશે. જેનાથી ટ્રાફિક સમસ્યા ઘટશે.”

તેમણે ઉમેર્યું કે “હાઈવેની કામગીરી ઝડપે આગળ વધે તે માટે 14 બ્રિજ પર ડાયવર્ઝન ચાલુ છે. અમે ટોલ સંચાલકો, પોલીસ અને NHAI વચ્ચે સંકલન સ્થાપી રહ્યા છીએ.”

ધારાસભ્ય મેવાણીએ વડાપ્રધાનને ટેગ કરી ટ્વીટ કર્યું: “રોડ શો કરો અને જુઓ હાલત”

દાખલ આપવા માટે સોશિયલ મિડિયા પણ ઉગ્ર સાદ બની ગયું છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે “પ્રધાનમંત્રીજી, એક વખત રાજકોટ-જેતપુર હાઈવે પર રોડ શો કરશો. કારણ કે જ્યાં સુધી તમે આ માર્ગેથી પસાર નહીં કરો, ત્યાં સુધી તંત્રની ઊંઘ ખુલવાની નથી.”

તેમણે વધુમાં કહ્યું કે આ હાઈવે પર અત્યારસુધી અનેક દુર્ઘટનાઓ થઈ ચૂકી છે, અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. “શું રાજકોટના લોકો ભાજપને મળેલાં વોટોની આ સજા ભોગવી રહ્યા છે?”

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?