Latest News
“જામજોધપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ: ખેડૂતોના ચહેરા પર છવાયું આનંદ, ઉપજને મળ્યું ન્યાયસંગત મૂલ્ય “જામનગરનો હિત કંડોરિયા રાષ્ટ્રીય લોન ટેનિસ ચેમ્પિયન બન્યો: છત્રપતિ શંભાજીનગરની નૅશનલ ટુર્નામેન્ટમાં જામનગરનો લાડકો તારકો તેજસ્વી રીતે ચમક્યો” “પલસાણા SOGનો મોટો ભાંડાફોડ : કારેલી ગામની રાશી રેસિડન્સીમાં ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો — લોકોના આરોગ્ય સાથે રમતો ખોટો હકીકતનો હકીમ!” “કામરેજમાં એલ.સી.બી.નો ધમાકેદાર રેઇડ : વાવ ગામે નાયરા પેટ્રોલપંપના પાર્કિંગમાંથી ટ્રકમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો — શાકભાજીના કેરેટની આડમાં લાખોની હેરાફેરીનો ભાંડાફોડ” “તાલાળા-સાસણ રોડ બન્યો ત્રાસનો માર્ગ : ધીમા રોડ કામે મુસાફરોનો કંટાળો ચરમસીમાએ, વાહન કતારો કિલોમીટર સુધી ખેંચાઈ — તંત્રની નિંદ્રા સામે જનતાનો આક્રોશ ઉફાન પર” ધોરાજી-જુનાગઢ હાઈવે પર ભયાનક બસ અકસ્માત: ૩૩ મુસાફરોમાંથી ૨૦ ઘાયલ, ૪ની સ્થિતિ ગંભીર — થોડા જ દિવસોમાં બીજી મોટીઘટના

પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ..સરહદીય વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અપાઇ સૂચના આપાઈ

પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ

પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ

પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ

 

પાટણ, એ.આર., એબીએનએસ: ભારત પાકિસ્તાન સાથેના વધતા તણાવ ને લઈને હાલ પાટણ જિલ્લા નું તંત્ર એલર્ટ બન્યું છે. ભારતએ પાકિસ્તાનમાં કરેલ સિંદૂર ઓપરેશન બાદ પાકિસ્તાનના વળતા જવાબને લઈ યુદ્ધની પરિસ્થિતિના માહોલ સર્જાતાં પાટણ જિલ્લો ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોય સરહદી ગામો સહિત જિલ્લામાં સુરક્ષાના ભાગરૂપે પોલીસ, આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ, ફાયર સેફ્ટી અને વીજળી વિભાગ દ્વારા તમામ સ્ટાફને રજાઓ રદ કરીને યુદ્ધની સ્થિતિમાં સારવાર થી લઈ સુવિધાઓ પુરી પાડવા અંગે આયોજન કરી સ્ટાફને સ્ટેન્ડ બાય રખાયો છે. પોલીસ દ્વારા સરહદી ગામોમાં પેટ્રોલિંગ વધારી સ્પેશિયલ પીઆઇ કક્ષાના અધિકારીઓને મોકલી રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે.હાલમાં જિલ્લાના સરહદી ગામોમાં કોઈ ભયજનક સ્થિતિ જોવા મળી હતી. પરંતુ ગ્રામજનોને સુરક્ષાના ભાગરૂપે કામ સિવાય અવરજવર ના કરવા અને સાવચેત રહેવા માટે એલર્ટ કરાયા છે.

જિલ્લા પોલીસ અધિક્ષક વિકે નાયીએ જણાવ્યું કે રજા પર ગયેલા તમામ અધિકારીઓને પરત બોલાવી લેવાયા છે. જી.આર.ડી. અને હોમગાર્ડ સાથે સંકલન કરીને વધુમાં વધુ માનવબળ તૈયાર રાખ્યું છે. પોલીસ સ્ટેશનના પોલીસ મિત્રોનો સંપર્ક કરી લેવાયો છે. સરહદી વિસ્તારમાં અખંડ ભારત પોલીસ મિત્રોની યાદી અપડેટ કરી સંકલનમાં લેવાયા છે.સરહદે બીએસએફ સાથે પેટ્રોલિંગ ચાલુ છે અને તે ચાલુ રહેશે. સરહદી વિસ્તારના 8 ગામોમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને મોકલી પરિસ્થિતિ અંગે બ્રિફિંગ અપાયું છે. આ અધિકારીઓને તે જ વિસ્તારમાં રખાશે જેથી તાત્કાલિક સંકલન શક્ય બની શકશે.

સાંતલપુરના ગામોમાં બ્લેક આઉટ જાહેર કરાયા બાદ વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ અર્થે પહોંચ્યા:-

પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ બન્યું છે.સરહદીય વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ કંટ્રોલરૂમ મારફત રખાઇ રહી છે 24 કલાક નજર.
જીલ્લાના તમામ તાલુકા મથકોમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે.અને કંટ્રોલરૂમ મારફત 24 કલાક નજર રખાઇ રહી છે.પાટણ જિલ્લા ના તમામ તાલુકા મથકોમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામોમાં બ્લેક આઉટ જાહેર કરાયા બાદ વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા. જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાઈ વારાહી સાંતલપુર વિસ્તારમાં પહોંચ્યા જ્યાં ટિમ એલસીબી એસઓજી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાંતલપુરના વારાહી પહોંચ્યા હતા અને ભારત -પાક હુમલાની આશંકાને પગલે અધિકારીઓ વિસ્તારનો તાગ મેળવ્યો હતો. સાંતલપુર તાલુકાના ઝઝામ, ફાંગલી, વૌવા સહિતના સાતલપુરના 8 ગામોને બ્લેક આઉટ કરવામાં આવ્યા અને સતર્ક રહેવા ગ્રામ્ય વિસ્તારના લોકોને સૂચના આપવામાં આવી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
Poll Options are limited because JavaScript is disabled in your browser.
error: Content is protected !!

8866868600

Exit mobile version