Samay Sandesh News
ગુજરાતપાટણ

 પાટણ જળશક્તિ અભિયાન-2022નો મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે શુભારંભ

પાટણ જળશક્તિ અભિયાન-2022નો મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે શુભારંભ :  જળસંરક્ષણ માટે કરી અપીલ
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિતના અધિકારીશ્રીઓએ નિહાળ્યું જીવંત પ્રસારણ

મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા જળશક્તિ અભિયાન-2022નો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ સહિતના અધિકારીશ્રીઓએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રપતિશ્રીનું ઉદબોધન નિહાળ્યું હતું.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જળસંરક્ષણ અને સંવર્ધન માટે ગત વર્ષે વિશ્વ પાણી દિવસના રોજ જળશક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ‘કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફૉલ્સ, વ્હેન ઈટ ફૉલ્સ’ થીમ પર ઉજવવામાં આવી રહેલા જળશક્તિ અભિયાન-2022નો મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે જળસંરક્ષણ માટે ઉમદા કામગીરી કરનાર વ્યક્તિઓ તથા સંસ્થાઓને જળશક્તિ મંત્રાલય દ્વારા આપવામાં આવતા રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે પાણીના પ્રત્યેક ટીંપાનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી હતી.

વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી રહેલા જીવંત પ્રસારણ વેળાએ નાયબ કલેક્ટરશ્રી અક્ષય પારગી, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી તથા ડિઝાસ્ટર શાખાના મામલતદારશ્રી હિતેશ રાવલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કચ્છ : કચ્છ જિલ્લાની ૮૧ ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર

samaysandeshnews

સૌરાષ્ટ્રમાં થયેલ શ્રીકાર વર્ષાને પગલે હર્ષ વ્યક્ત કરી ખેડૂતોને શુભકામનાઓ પાઠવતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

cradmin

ભાવનગર : રોકડ રૂ.૫૬,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ૫ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

Leave a Comment

error: Content is protected !!