
વિશ્વ પૃથ્વી દિવસ પર માનવ સમુદાય પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉત્સાહની ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વભરમાં જાગૃતિ લાવવા, પર્યાવરણીય સંરક્ષણ માટે સંવેદનશીલતા વધારવા અને જીવન ચક્રની સુરક્ષા માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે વૃક્ષારોપણ, સાયકલ ટ્રાફિક, અને પર્યાવરણ સંરક્ષણને લગતા જાગૃતિ કાર્યક્રમો જેવા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનના લક્ષ્યને પાર પાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતું ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન સાથે પર્યાવરણપ્રિય વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
આજના વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે આપણે અક્ષય ઊર્જાના ઉપયોગ તથા મહત્તમ વૃક્ષારોપણ થકી પર્યાવરણ અને પ્રાકૃતિક સંસાધનોના જતન માટે સંકલ્પબદ્ધ થઈએ અને આવનારી પેઢીને સુંદર-સ્વચ્છ-સ્વસ્થ વાતાવરણ ધરાવતી પૃથ્વીની ભેટ આપીએ.