Latest News
“હરદદારશ્રી” શબ્દથી ઉઠ્યો વિવાદ: ખાપટ ગ્રામ પંચાયતના WhatsApp મેસેજમાં ભાષાકીય ભૂલથી ગ્રામજનોમાં ચર્ચાનો માહોલ. મહારાષ્ટ્રના રાજકારણમાં તણાવ વચ્ચે સંજય રાઉતનો સ્પષ્ટ સંદેશ: “દુશ્મન પણ સંપર્કમાં હોય છે, પણ વિચારધારાનો સંઘર્ષ યથાવત” મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ: પાર્થ પવાર અને રાજ ઠાકરે વચ્ચે દોઢ કલાકની ગુપ્ત બેઠકથી અટકળો તેજ. મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા દિશામાં ઐતિહાસિક પગલું: સી-60 કમાન્ડોને મેડલની જાહેરાત, ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ સામે સખત લડતનો સંકલ્પ ગુજરાતના આંગણે વડાપ્રધાનનું આગમન — અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વિકાસયાત્રાની નવી શરૂઆત. મહારાષ્ટ્રના રાજકારણમાં ‘મોટા ભૂકંપ’ના સંકેત: એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત બાદ સત્તાના સમીકરણોમાં ઉથલપાથલની અટકળો તેજ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં જામનગરમાં હિન્દુ સેનાનું પ્રદર્શન સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન

જામનગર:
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં જામનગર શહેરમાં મોડી રાત્રે હિન્દુ સેના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન હિન્દુ સેના જામનગર શહેરના યુવા ઉપપ્રમુખ સાગર ચૌહાણની આગેવાનીમાં યોજાયું હતું, જ્યારે હિન્દુ સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આશરે ૪૦ જેટલા હિન્દુ સેના કાર્યકરો જામનગર શહેરના વિક્ટોરિયા પુલ પાસે આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા નજીક એકત્રિત થયા હતા. કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા કહેવાતા અત્યાચાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ રસ્તા પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજની આકૃતિ બનાવી તેના પર પગ મૂકીને સૂત્રોચાર કર્યા હતા. આ દરમિયાન “હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો”, “બાંગ્લાદેશ સરકાર વિરોધી નારા” સહિતના સૂત્રોચારો કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

વિરોધ પ્રદર્શનની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પગલાં લીધા હતા. જાહેર વ્યવસ્થા જાળવવા માટે પોલીસે પ્રદર્શન કરી રહેલા તમામ કાર્યકરોને ગુલાબનગર પોલીસ ચોકી ખાતે લઈ જઈ અટકાયત કરી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
હિન્દુ સેના ના નેતાઓએ આ દરમિયાન જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે કડક પગલાં લેવા જોઈએ.” તેમણે ચેતવણી આપી હતી કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવામાં આવશે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની નોંધ લેવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?