- સુરતના કામરેજ હત્યાકાંડમાં આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદન પત્ર અપાયું
- પાટણ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છેલ્લા ઘણા સમયથી કથળી રહ્યો હોય તેમ ગુજરાતના અનેક જીલ્લાઓમાં કેટલીકવાર એક પછી એક હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જયારે આવી જ એક નિર્મમ હત્યા સુરતના કામરેજમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીના ઘરે જઈને સુરત સ્થાનિક માથાભારે ફેનિલ નામના યુવકે જાહેરમાં બેરહેમથી છરી વડે ગળુ કાપી નાખી નિર્મમ હત્યા કરી ગ્રીષ્મા વેકરીયાને મોતને ઘાટ ઉતારી દીધી હતી જયારે આ સમગ્ર હત્યાકાંડની ઘટનાને પાટણ આમ આદમી પાર્ટી અને મહિલા સંગઠન આમ આદમી પાર્ટી દ્ધારા આજરોજ પાટણ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી સુરતની હત્યાકાંડની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.
મળતી માહિતી મુજબ આ સુરતની ગ્રીષ્મા હત્યાકાંડ ને લઈને સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી શુ છે તે બાબત ખરેખર આંખ ઉઘાડનારી છે અને ગ્રીષ્મા નામની યુવતીને બચાવા જતા યુવતીના ભાઈ પર પણ હત્યારા ફેનિલે જીવલેણ હુમલો કર્યો હતો અગાઉ પણ અવાર નવાર આ માથાભારે હત્યારો ફેનિલ ગ્રીષ્માનો પીછો કરતો હતો ત્યારે યુવતીના પિતા દ્ધારા હત્યારા ફેનિલને ઠપકો આપ્યો હતો પરંતુ આ હત્યારો ફેનિલે ગ્રીષ્માનો પીછો અને છેડતી કરવાનું યથાવત રાખ્યુ હતુ આ સમગ્ર સુરત હત્યાકાંડની ઘટનાથી એક એવુ પ્રતિત થાય છે કે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતી કથળી હોય તેમ છાશવારે જાહેરમાં યુવતીઓ મહિલાઓ પર નિર્મમ જીવલેણ હુમલાઓ થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવવા પામ્યા છે જયારે આ પ્રસંગે પાટણ શહેર આમ આદમી પાર્ટી તેમજ મહિલા સંગઠન આમ આદમી પાર્ટીની આગેવાન મહિલાઓ તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા….!