રાધનપુરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો
પાટણ LCBએ રાધનપુરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

રૂ. 3.22 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝડપાયા
ચોરી કરેલા દાગીનાઓ પૈકી ચાંદીના છતર ઓગાળીને તેના ચોરસા બનાવી દીધા હતા

પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ (વડલારા) ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો
LCB એ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹3,22,893/-ની કિંમતના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડ્યા છે.
આ ચોરીની ઘટનામાં, અલ્હાબાદ (વડલારા) ગામના મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરેથી ₹58,000/-ના સોના-ચાંદીના દાગીના અને ₹1,00,000/- રોકડની ચોરી થઈ હતી. આ ઉપરાંત, પંચાલ જીવાભાઈ ગોરધનભાઈના ઘરેથી ₹12,000/- રોકડ, ₹19,000/-ના સોના-ચાંદીના દાગીના અને ₹2,000/-ની સોનાની વીંટી સહિત કુલ ₹1,91,000/-ની ચોરી થઈ હતી

આમ, ઘરફોડ ચોરીના ગુન્હાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સોના -ચાંદીના દાગીના તથા રોકડ રકમ અને કુલ મુદ્દામાલ મળી કિ. રૂ.3.22 ના મુદ્દામાલ સાથે 4ઈશમોને પાટણ LCB એ પકડી પાડ્યા છે.
Author: samay sandesh
4







