Latest News
પાનમ ડેમ છલકાતાં ખુશીના ઝરણાં: પંચમહાલ જિલ્લામાં ચોમાસાનો ઉલ્લાસ, સુરક્ષા માટે તંત્ર સતર્ક કાંદિવલીમાં પ્રૉપર્ટીના ઝગડાએ મચાવ્યો તોફાન: ચાર ભાઈઓની મિલકત વેચાતાં બે જૂથો આમને-સામને, ૧૦ ઈજાગ્રસ્ત અને ૩ની ધરપકડ 🌿 “રામ પ્રવેશે એટલે જંગલમાં મંગલ” : વિશ્વામિત્ર-દશરથ સંવાદથી આધુનિક યુગ સુધીનું માર્ગદર્શન 🌿 પ્રસ્તાવના “ફરી વહેલા આવો બાપ્પા” – અનંત ચતુર્દશી પર ગિરગાંવ ચોપાટીનું ભવ્ય વિસર્જન અને ભક્તોના ભાવનાત્મક સંકલ્પનો અહેવાલ લાલબાગચા રાજાનો મહાવીદાય મહોત્સવ – અનંત ચતુર્દશી પર ભક્તિ, આસ્થા અને ભવ્ય શોભાયાત્રાનો અદભુત નજારો ગિરગાંવ ચોપાટી પર અનંત ચતુર્દશી વિસર્જન માટે ચર્ની રોડ સ્ટેશન પર પશ્ચિમ રેલ્વેની કડક સુરક્ષા અને વ્યાપક સુવિધાઓ – ભક્તોના અનુભવો સાથે વિશેષ અહેવાલ

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૦૦.૯૪ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ

ગાંધીનગર, સ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના વરદ હસ્તે ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કોલવડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૦૦.૯૪ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ તેમજ રૂ. ૩૫૨.૭૬ કરોડના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રૂ. ૪૫.૭૦ કરોડ તેમજ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂ. રૂ.૧૦૭.૮૫ કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

આ લોકાર્પણ – ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કુલ રૂ. ૮.૯૧ કરોડના ખર્ચે બાસણ, પાલજ અને પોર ખાતે આર.સી.સી. અને સી.સી. રોડનું લોકાર્પણ, રૂ. ૫.૪૩ કરોડના ખર્ચે વાવોલ તથા પેથાપુર ખાતે પી.એચ.સી. સેન્ટર, રૂ. ૧૫.૦૨ કરોડના ખર્ચે અંબાપુર, વાવોલ અને કોલવડા ખાતે તળાવ, રૂ. ૪.૧૯ કરોડના ખર્ચે કોટેશ્વર, જુના કોબા અને નવા કોબા ખાતે ગાર્ડન, રૂ. ૪.૬૮ કરોડના ખર્ચે ચ-૦ થી ઘ-૦ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ કરવામાં આવેલ લેન્ડસ્કેપીંગ, રૂ. ૪.૯૮ કરોડના ખર્ચે સેક્ટર-૧૩,૨૪,૨૯, ઇન્દ્રોડા અને બાસણ ખાતે સ્કૂલો, રૂ. ૭૫.૦૮ કરોડના ખર્ચે બોરીજ, અંબાપુર, વાવોલ, રાંદેસણ, કોલવડા, સરગાસણ અને ટી.પી. વિસ્તારમાં પાણીની લાઈન અને ગટરની લાઈ, રૂ. ૩૦.૯૭ કરોડના ખર્ચે ભાટ ખાતે 1 STP, રૂ. ૭.૯૭ કરોડના ખર્ચે સરગાસણ ખાતે નવીન ફાયર સ્ટેશન, રૂ. ૧૬.૪૫ કરોડના ખર્ચે ચ-રોડ પર સેક્ટર-૨૧થી ૨૨ ને જોડતા રસ્તા ઉપર અન્ડરપાસ, રૂ. ૧૦.૯૦ કરોડના ખર્ચે સરગાસણ કેનાલની બંને બાજુએ ડેવલપ કરેલ રોડ, રૂ. ૫.૧૭ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ અને સોલાર પેનલ તેમજ રૂ. ૧૧.૧૯ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એમ્બ્યુલન્સ, સ્પોર્ટસ કીટ, સેન્ટ્રલ લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગ જેવી સુવિધાઓ સહિત રૂ. ૨૦૦.૯૪ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

તેવી જ રીતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. ૨૬.૫૭ કરોડના ખર્ચે ખોરજ, જુના તેમજ નવા કોબા, સરગાસણ, કોલવડા, વાવોલ, પેથાપુર અને રાંધેજા ખાતે આર.સી.સી. અને સી.સી. રોડનું ખાતમુહુર્ત, રૂ. ૧૦ કરોડના ખર્ચે સેક્ટર-૭,૨૧,૨૨,૨૩, ધોળાકુવા, બોરીજ અને ઇન્દ્રોડા ખાતે પી.એચ.સી. સેન્ટર, રૂ. ૪.૨૫ કરોડના ખર્ચે સેક્ટર-૪ ખાતે તળાવ, રૂ. ૫૦.૨૩ કરોડના ખર્ચે કોલવડા, નભોઈ, પેથાપુર, વાવોલ અને સરગાસણ ખાતે પાણીની લાઈન અને ગટરની લાઈન, રૂ. ૭૭.૫૮ કરોડના ખર્ચે ઝુંડાલ, ભાટ, કોટેશ્વર, અમિયાપુર,સુઘડ તથા સેક્ટર-૧ થી ૩૦ વિસ્તાર તથા ટી.પી.૨૩૮,૨૩૯ અને ૮૦ ખાતે વરસાદી પાણીની (સ્ટ્રોમ વોટર લાઈન) લાઈન, રૂ. ૩૫.૬૮ કરોડના ખર્ચે કોલવડા, રાયસણ તેમજ નભોઈ ખાતે ૩ STP, રૂ. ૪૧.૪૩ કરોડના ખર્ચે કુડાસણ તથા ક-૭ ખાતે ૨ નવીન ઝોનલ ઓફીસનું તથા કુલ રૂપિયા ૦.૮૫ કરોડના ખર્ચે ESRU બિલ્ડીંગ, રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની હાલની કાર્યરત આંગણવાડીઓને થીમ આધારિત અદ્યતન ટેકનોલોજીથી સજ્જ રીનોવેશન કામ, રૂ. ૪.૧૪ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો, રૂ. ૨૬.૮૨ કરોડના ખર્ચે કુડાસણ,અમિયાપુર અને પોર ખાતે ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ તેમજ પાર્ટી પ્લોટ, રૂ. ૧૭.૮૯ કરોડના ખર્ચે ઇન્દ્રોડા ખાતે ગુજરાત દર્શન પાર્ક, રૂ. ૧૨.૫૫ કરોડના ખર્ચે પોર, અમિયાપુર, બાસણ ખાતે ટ્યુબવેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવીન રીચાર્જવેલ, રૂ. ૯.૯૨ કરોડના ખર્ચે ટી.પી.૦૯ ખાતે નવીન પી.એમ. ઈ-બસ ડેપો, રૂ. ૧.૩૮ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ ચીપ ટાઈપ શોપિંગ, રૂ. ૦.૮૪ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ બોક્ષ ક્રિકેટ, રૂ. ૧૩.૨૯ કરોડના ખર્ચે પાલજ ખાતે કોતરનું રી-મોડલિંગ, રૂ. ૧૫.૯૪ કરોડના ખર્ચે સેક્ટર-૧ થી ૩૦ માં વિવિધ જગ્યાએ કમ્પાઉન્ડ વોલ સહિત કુલ રૂ. ૩૫૨.૭૬ કરોડના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.

https://www.instagram.com/samay__sandesh/

આ ઉપરાંત ગૃહમંત્રીએ ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રૂ. ૪૫.૭૦ કરોડના ખર્ચે કુલ ૧૬ કામોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહુર્ત તેમજ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂ. ૮.૦૨ કરોડના ખર્ચે સરઢવ, પીપળજ, ઉવારસદ, શેરથા, પુન્દ્રાસણ, શાહપુર, લેકાવાડા તથા આલમપુર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડ્રેનેજનું લોકાર્પણ સહિત કુલ રૂ.૧૦૭.૮૫ કરોડના ખર્ચે લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ભારતીય પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓનો પાંચ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે લાભ આપવામાં આવ્યો હતો.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?