Latest News
“વિકસિત રવિ કૃષિ સંકલ્પ અભિયાન” તરફ ગુજરાતનું દૃઢ પગરણ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ નવી દિલ્હીની રાષ્ટ્રીય કૃષિ કોન્ફરન્સમાં રજૂ કરેલ ભલામણો ખેડૂતો માટે આશાજનક જામનગર પોલીસની ‘કોમ્બનિંગ નાઇટ’ : ગુનાખોરી રોકવા કડક પગલાં, રોમિયોગીરી અને નિયમભંગ સામે લાલ આંખ” જામનગર જિલ્લામાં સર્વાંગી વિકાસને વેગ આપવા દિશા સમિતિની બેઠકઃ સાંસદશ્રી પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ લોકમાંગણીઓનો સમયબદ્ધ ઉકેલ લાવવાનો સંકલ્પ મુંબઈ મોનોરેલ સેવાઓ 20 સપ્ટેમ્બરથી અસ્થાયી રૂપે સ્થગિત – આધુનિકીકરણ અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતો MMRDA નો ઐતિહાસિક નિર્ણય ઘોડબંદર રોડની સમસ્યાઓ પર ઉગ્ર રોષઃ ખાડા, ટ્રાફિક જૅમ અને બેદરકારી સામે નાગરિકો ફરી રસ્તા પર બાળાસાહેબ ઠાકરે બ્રાન્ડ હતા, તમે નહીં” — BMCની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસનો વિજયગર્જન અને વિરોધીઓ પર કરાર પ્રહાર

વિસાવદરના વિછાવડ ગામના સરપંચ પેશકદમી કરતા ગેરલાયક ઠરાવતા ડીડીઓ

વિસાવદરતા.વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેડ કરાતા તાલુકા ભરમાં ચકચાર મચી ગયેલ છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચ સંજયભાઈ વજુભાઇ નલિયાધરાએ તેમની ચૂંટણીના ફોર્મમાં એકરાર નામાં જે મિલકત દર્શાવેલ હતી તે મિલકતમાં તેઓ રહેતા ન હતા અને તે મિલકતનો કબજો બીજા વ્યક્તિ પાસે હતો અને સરપંચ ગ્રામ પંચાયતની જમીનમાં જ પેશકદમી કરી મકાન બનાવી રહેતા હોય આ બાબતની હકીકત સબધે રજુઆત કરતા તેઓને સાંભળવા જરૂરી તકો આપવા છતાં તેઓ તરફથી કોઈ રજુઆત ન કરાતા રેકર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સાહેબે આ સરપંચને તેમના સરપંચ તરીકેના હોદા ઉપરથી દૂર કરી ઉપસરપંચને ચાર્જ આપવા હુકમ કરતા ફફડાટ મચી ગયેલ છે.

અને વિસાવદર તાલુકાના અન્ય સરપંચો દ્વારા પણ પંચાયતની જમીનમાં પેશકદમી કરેલ હોય તથા અન્ય લોકોની પેશકદમી હોય તે જાણવા છતાં દૂર કરાવતા ન હોય તેવા સરપંચ સામે પણ ટુક સમયમાં કાર્યવાહી થનાર હોવાની વાતો વહેતી થતા તાલુકામાં ફફડાટ મચી ગયેલ છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?