Latest News
આયંબિલની ઓળી માટે ગૅસ સિલિન્ડર માગણી મુદ્દે રાજકીય તાપમાન તેજ: મંગલ પ્રભાત લોઢાના પત્રથી મહારાષ્ટ્રમાં ઉઠ્યો વિવાદ ગુજરાતના વિકાસને નવી દિશા — વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસે ૧૯ હજાર કરોડના પ્રોજેક્ટ્સનો મહામેળો. મુંબઈ-થાણેમાં વરસાદનું એલર્ટ: ગરમીમાંથી રાહત કે નવી મુશ્કેલીઓ? રાજ્યભરમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી વચ્ચે જનજીવન પર અસરનું વિશ્લેષણ “નારી શક્તિનો નવચેતન જાગરણ — મહુવામાં નિશુલ્ક તલવાર તાલીમ સેમિનાર દ્વારા બહેનોને આત્મરક્ષા અને આત્મવિશ્વાસનો સંદેશ” ઈરાન સંઘર્ષની વૈશ્વિક અસર: એશિયામાં ઊભું થયું ઇંધણ સંકટ, ફિલિપાઇન્સે જાહેર કરી રાષ્ટ્રીય ઉર્જા કટોકટી, પાકિસ્તાનમાં ‘સ્માર્ટ લોકડાઉન’ “આજનું રાશિફળ — ચૈત્ર સુદ તેરસ, મંગળવાર: ગ્રહોની ગતિ સાથે જીવનના માર્ગદર્શક સંકેતો”

સાતલપુર: રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણી માટે પોકાર,તંત્ર પાણી આપવામાં નિષ્ફળ

તંત્રની બેદરકારીના કારણે 700 થી વધારે પરિવારો રણની પીવાના પાણી માટે વલખા….

પાટણ જિલ્લાના સાતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા પોતાનો પરિવાર નુ ભરણ પોષણ કરવા માટે રણ ની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવી ગરમીની અંદર મીઠું પકવતા અગરિયા લોકો માટે દર સાલ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ આ સાલ તંત્રની બેદરકારીના કારણે 700 થી વધારે પરિવારો રણની અંદર મીઠું પકવવાનો ધંધો કરે છે.જેમને પીવાનું પાણી નહીં મળતા ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે અગરીયાઓ દ્વારા તંત્ર પાસે આ સાલ પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પીવાનું પાણી આપવા માંગણી કરવામાં આવી હોવા છતાં અગરિયાઓને પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતું નથી તેને લઈને 45 ડિગ્રીથી વધુ ગરમી ની અંદર રણની અંદર મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓ ગંદુ અને ખરાબ પાણી પીવા અને વેચાતું લાવી પાણી પીવા મજબૂર બન્યા છે.

ત્યારે અગરિયાઓએ તંત્ર પાણી ન પહોંચાડતા હોય તેવો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે તેમને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા દર સાલની માફક આ સાલે પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે અને રણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણી માટે વલખા મારતા તંત્ર ની બેદરકારી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?