હાલ ગીર પંથકમાં નાળિયેરીઓ મા સફેદ માખીઓ નો ઉપદ્રવ ખુબજ મોટા પ્રમાણમા જોવા મળી રહ્યો છે.સફેદ માખીઓના ઉપદ્રવ ના કારણે નારિયલ ના ઉત્પાદન સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.અને જેના કારણે નારિયેરીના બગીચા ધરાવતા ખેડૂતો અને કૃષિ વિભાગ પણ ખુબજ ચિંતામાં મુકાયા છે.પરંતુ આવી પરિસ્થિતી વચ્ચે સુત્રાપાડામાં નારિયેરીનો ૮ વિઘાનો બગીચો ઘરાવતા આહીર જગદીશભાઈ પંપાણીયા નામના ખેડુત નારિયરનો મબલક પાક ઓર્ગનિક દવાઓનો છંટકાવ કરી મેળવી રહ્યા છે.
એમના બગીચામાં સફેદ માખી પણ જોવા મળતી નથી.ખેડુત અને નારિયેરીના બગીચાની મુલાકાત લેતા જાણવા મળ્યું કે બગીચાની અંદર કોઈ પણ જાતનો રોગ નથી અને સફેદ માખી પણ નથી આ બાબતે ખેડુત જગદીશભાઈ આહીર સાથે વાત કરતાં એમણે જણાવ્યુ કે હું છેલ્લા ૭ મહિનાથી નારિયેરીના બગીચામાં દર મહિને એક હજાર લિટરના ટાંકામાં ૧૫ લિટર ગાય નું દુઘ અને ૧૦ કિલો ગોળ નું મિશ્રણ કરી ૮ વિઘાના બગીચામાં છંટકાવ કરવાના કારણે ૮ વિઘાના બગીચામા ૪૩૦ નારિયેરી વાવેલી છે. જેમાં એક મહિનામાં ૯ હજાર નારિયર નું ઉત્પાદન મળી રહ્યું છે જ્યારે ૭ મહિના માહેલા ૨૦૦૦ નારિયરનું ઉત્પાદન હતું આમ દેશી દવાઓ ના છંટકાવ થી ૩ ગણું ઉત્પાદન થઈ રહ્યું છે.અને સફેદ માખી કે અન્ય રોગોનો પણ સંપૂર્ણ નાશ થયેલ છે.
