Samay Sandesh News
ગુજરાતપાટણ

સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી પ્રસંગે સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી પ્રસંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, વેસ્ટઝોન કલ્ચર સેન્ટર ઉદેપુર અને લલિતકલા અકાદમી અમદાવાદ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત આ સ્પર્ધામાં ૨૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલી રંગોળી સ્પર્ધાના સ્પર્ધકોએ સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા પ્રસંગો અને વિર શહિદોની રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તિર્ણ થનાર સ્પર્ધકોને વેસ્ટઝોન કલ્ચર સેન્ટર ઉદેપુર દ્વારા અનુક્રમે રૂ.૫,૦૦૦/-, ૩,૦૦૦/- અને રૂ.૨,૦૦૦/- રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

આ પ્રસંગે સિનિયર કોચશ્રી આનંદ નહેરા, નિર્ણાયક તરીકે કુ. રેખાબેન હિન્ડોચા, શ્રી મહેશભાઈ ઠાકોર તથા વાલી ગણ ૫૦ની માર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી દ્વારા સાચા અર્થમાં યુવા દિવસ મનાવવા માટે જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી કુ.દીપલબેન રાવલ તથા એકાઉન્ટન્ટશ્રી યોગેશ આચાર્ય દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.

Related posts

ગરીબ કલ્યાણ મેળામાં બેન્કિંગ લાભાર્થીઓની સમીક્ષા બેઠક કરતા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ

samaysandeshnews

બેડ તથા સોયલ ટોલનાકા પરથી પસાર થતા વાહનો જોગ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

samaysandeshnews

જામનગર : જામનગરના બેડી વિસ્તારમાં આવેલ સીદીકે આઝમ ચોકમાં ગત મોડી રાત્રે સર્જાઇ બબાલ

cradmin

Leave a Comment

error: Content is protected !!