હળવદ શહેરમા ચકલીઘરનું વિતરણ કિન્નરોના હસ્તે કરાયું

હળવદ શહેરમા ચકલીઘરનું વિતરણ કિન્નરોના હસ્તે કરાયું, ૧૫૦૦ ચકલીઘર અને ૧૨૦૦ પાણીનાં કુંડાઓનુ વિતરણ

શહેરમાં કાર્યરત ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા જુદી જુદી રીતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમીતે ૧૨૫૦ ચકલીઘર ૧૦૫૦ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે કિન્નરોના હસ્તે ૧૫૦૦ નંગ ચકલીઘર તેમજ ૧૨૦૦ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું

જેમાં મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ દ્વારા ચકલીઘર તેમજ પાણીના કુંડાઓનો લાભ લીધો હતો.સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ દ્વારા દર વર્ષે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નિશુલ્ક ચકલીઘર અને પાણીના કુડાઓનુ વિતરણ કરવામાં આવે છે ત્યારે ફરી એકવાર પક્ષીપ્રેમીઓની માંગને લયને આજે કિન્નરોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦૦ નંગ ચકલીઘર તેમજ ૧૨૦૦ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.હળવદ શહેરમાં વસવાટ કરતા કિન્નરોના હસ્તે આજે ચકલીઘર વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓએ ચકલીઘર અને કુડાઓનો લાભ લીધો હતો આ ચકલીઘર પ્રોજેકટ સફળ બનાવવા માટે ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ દ્વારા જહેમત ઉઠાવી હતી.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ