શહેરની યુવા પ્રતિભા કુમારિકા હિરલ દિનેશભાઈ ભાવસારને કચ્છ જિલ્લાના સુમરાસર ગામની સરકારી શાળામાં ગણિત વિષયના શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મળી છે. કચ્છ જિલ્લા પરીક્ષા મેરીટ અનુસાર હિરલે સમગ્ર જિલ્લામાં પાંચમો ક્રમ મેળવ્યો છે, જે સદ્દંત નોંધપાત્ર સિદ્ધિ છે.
હિરલ ભાવસારે પોતાની અભ્યાસયાત્રા દરમિયાન ગણિતમાં ઊંડો રસ દાખવ્યો હતો અને સતત શ્રેષ્ઠ પરિણામ આપીને આ સ્થાને પહોંચી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા મેરીટ લિસ્ટમાં તેમનું સ્થાન પાંચમું રહેવું તે તેમની મહેનત, સમર્પણ અને ગુણવત્તાવાન શિક્ષણની સાબિતી છે.
તેમની નિયુક્તિ થતા ભાવસાર પરિવાર સહિત સમગ્ર સ્નેહી વર્તુળમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારજનો, શાળાના શિક્ષકો, મિત્રો તથા જ્ઞાનમંદિરના સહાધ્યાયીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે અને આગળના શૈક્ષણિક જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.
આ નિયુક્તિનો આદેશ મળ્યા પછી હિરલએ પોતાનો આ મોકો ગુરુજનોએ દર્શાવેલ માર્ગ અને પરિવારજનોએ આપેલા સહયોગને અર્પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “બાળકોના ભવિષ્ય ઘડવાનું દાયિત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હું દરેક વિદ્યાર્થી માટે ગણિતને સરળ અને રસપ્રદ બનાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરિશ.”
સુમરાસર ગામની શાળામાં હિરલની નિયુક્તિ થતા સ્થાનિક વડીલો અને ગ્રામજનોમાં પણ આનંદ વ્યાપી ગયો છે, કારણ કે એક પ્રતિભાશાળી યુવા શિક્ષક ગામના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડશે એવી આશા જગાઈ છે.
શહેરમાંથી નીકળેલી એક યુવતીનો શૈક્ષણિક ક્ષેત્રમાં આ પ્રકારનો સન્માનજનક પ્રવેશ અન્ય યુવાનો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહેશે, અને ખાસ કરીને યુવતીઓ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે કે મહેનત, પ્રતિબદ્ધતા અને નિષ્ઠાથી કોઈપણ ઊંચાઈ હાંસલ કરી શકાય છે.
સમગ્ર “સમય સંદેશ” પરિવાર તરફથી હિરલ દિનેશભાઈ ભાવસારને શુભકામનાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે દિલથી અભિનંદન.
WhatsApp link-
https://chat.whatsapp.com/L18FV1R9B1r42hmCOLc6QL
FACEBOOK LINK –
https://www.facebook.com/SamaySandesh…
Instagram link –
https://t.me/joinchat/g1_gPdcFxtM1NDZl
TELEGRAM LINK –
https://t.me/joinchat/uIljpkLp6VViYjRl
જનતાના અવાજને અમે કરીશુ ઉજાગર…
સંપર્ક કરો. +91 88660 66060
