Samay Sandesh News
ગુજરાતપાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કર્મચારી કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ મુખ્ય હિસાબી અધિકારી શ્રી એ આર મકવાણા સાહેબશ્રી નો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કર્મચારી કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત માન્ય કુલપતિશ્રી તથા સંસ્થાના ચેરમેન ડૉ. જે. જે. વોરા, સંસ્થાના ઉપપ્રમુખ રાજુભાઈ આર ઝાલા, તેમજ કારોબારી મેમ્બર શૈલેષભાઈ પટેલ અને સ્નેહલભાઈ પટેલ, પરીક્ષા નિયામકશ્રી મિતુલભાઈ દેલીયા તથા સંસ્થાના મંત્રીશ્રી મહેશભાઈ ભીલ, એન.એસ.એસ વિભાગ કોર્ડીનેટર ડૉ. જે. ડી. ડામોર તેમજ યુનિવર્સિટીના કર્મચારીઓશ્રી અનિલભાઈ શાહ, ઉમેશભાઈ રાઠોડ, સુનિતાબેન પટેલ, મેઘનાબેન પટેલ, ડૉ. કનકબેન બાળા, જે. પી. ચૌહાણ, ડી. એસ. દવે, ઈશ્વરભાઈ એલ. પરમાર તેમજ યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારી ગુણવંતસિંહ ઝાલા, મહેન્દ્રભાઈ સાલવી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદાય સન્માન સમારંભ યોજાયો.

તમામ સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં શ્રી એ. આર. મકવાણા સાહેબ કર્મનિષ્ઠ, કર્મ પ્રમાણિક, કુશળ વહીવટકર્તા તેમજ શાંતિપ્રિય વ્યક્તિત્વ સાથે તમામ ને સાથે રાખી તે કામગીરી કરતા તેઓએ કર્મચારીઓને તથા યુનિવર્સિટીને બહુ જ અમૂલ્ય વહીવટી કામગીરી વિશે સમજણ આપી છે.

વિદાય સન્માન પ્રસંગે શ્રી એ. આર. મકવાણા સાહેબે જણાવ્યું હતું કે સરળ કામ માટે કામગીરી જાતે પણ કરવી જોઈએ તે તેમનું માનવું છે તથા યુનિવર્સીટીમાં પચ્ચીસ વર્ષો સુધી કામગીરી કરી છે અહીંયાથી વાઇસ ચાન્સેલર, પ્રો. ચાન્સેલર, રજીસ્ટાર અન્ય અધિકારીઓ સ્ટાફ મિત્રો એકેડેમી સાઈડમાં કામ કરતાં પ્રોફેસર ટીચર્સ એમની સાથે કામ કરવાની મજા આવી બધા સાથે સુમેળભર્યા સંબંધ અને વ્યવહાર રહેલો છે બધાની સાથે કામ કરતા મારો પણ વિકાસ થયો મને પણ જાણકારી ઘણું બધું જણાવાનું મળેલું છે એ જાણકારી ના કારણે હું પણ મારા જે કાર્યો છે એ સારી રીતે બજાવી શક્યો છું અને એના કારણે યુનિવર્સિટીને પણ વહીવટી રીતે ઘણો ફાયદો થયો હવે પછી મારી એવી ઈચ્છા ખરી જે અનુભવ અને જે જ્ઞાન મેળવ્યું છે તેનો ઉપયોગ હવે હાલ જે ડિજિટલ વર્લ્ડ છે તેની ધ્યાને લઇ એકેડેમિક અને એડમેનેટ્રેટ સાઈટમાં મૂકવું જેથી કરી લોકો એક કરી માહિતી મેળવી શકે તે કામગીરી રહેશે.

Related posts

હળવદની શાક માર્કેટમાં વેપારી પર છરીથી હુમલો કરનાર ઝડપાયો

samaysandeshnews

ડો.ભીમરાવ આંબેડકર સાહેબ જન્મજયંતી મહોત્સવ

samaysandeshnews

ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ‘ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી. સેવ લાઈવ્ઝ’ થીમ પર વિશ્વ ક્ષય દિવસની ઉજવણી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!