રાજકોટ : ધોરાજી પોલીસ કનડગતના વિરોધમાં ઝાંઝમેર સ્વયંભૂ બંધ પાડતા અંતે ગ્રામજનો અને પોલીસ વચ્ચે સમાધાન થયું

રાજકોટ : ધોરાજી પોલીસ કનડગતના વિરોધમાં ઝાંઝમેર સ્વયંભૂ બંધ પાડતા અંતે ગ્રામજનો અને પોલીસ વચ્ચે સમાધાન થયું: જેતપુરના ડીવાયએસપી અને પીઆઇ ઝાંઝમેર દોડીને ગ્રામજનોને આપી ખાતરી, બસ હવે કનડગત નહીં કરે

ધોરાજી:- ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે છેલ્લા એક અઠવાડિયાથી ધોરાજી પોલીસ દ્વારા ખોટી કનડગત ચાલુ કરીને નબળા તેમજ મધ્યમ વર્ગના લોકોના વાહનો ટ્રાફિકમાં નડતરરૂપ ન હોવા છતાં ડિટેન કરીને ખોટી રીતે કરાતી કનડગત બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ ધોરાજી પોલીસ સામે લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત ફરવાનું નક્કી કર્યા બાદ ગઈકાલે ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી .

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

બીજી બાજુ આજે ગુરુવારે પોલીસ હેરાનગતિના વિરોધમાં સરપંચ દ્વારા અપાયેલ ઝાંઝમેર બંધના એલાનને સંપૂર્ણ સફળતા મળી હતી અને ગામલોકો તેમજ વેપારીઓ સંપૂર્ણ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. દરમિયાન જેતપુરના ડી.વાય.એસ.પી ડોડીયા તેમજ ધોરાજી શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ અનિરુદ્ધસિંહ ગોહિલ ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે આજે સવારે પહોંચી ગયા હતા અને સરપંચ સહિતના ગ્રામજનોને હવે પછી ખોટી કનડગત પોલીસ દ્વારા નહીં કરાય તેવી ખાતરી આપવામાં આવી હતી.


આ સમયે પોલિસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવેલ કે ઝાંઝમેર ગામ ખાતે વાહન ડીટેલની કાર્યવાહી કરેલી હતી જેમાં અમુક વાહનોના નંબર પ્લેટ અથવા તો લાઇસન્સ વગરની ગાડીઓ હતી તે બાબતે અમારા કર્મચારીએ કાર્યવાહી કરી હતી પરંતુ ગ્રામજનોનો વિરોધ ઉઠતા અને જેતપુરના ડેપ્યુટી એસપી ડોડીયા આવતા ગ્રામજનો સાથે બેઠક કરી સુખદ સમાધાન કરેલું છે અને ગ્રામજનોએ બંધનું એલાન આપ્યું હતું તે સમાધાન થઈ જતા સંપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે

ઝાંઝમેર ગામના સરપંચ કિરણબેન બગડાએ જણાવેલ કે છેલ્લા ચાર-પાંચ દિવસથી પોલીસ ગરીબ પરિવારોને હેરાન કરતી હતી અને વાહનો ડીટેઇન જેવા ગુના દાખલ કરતી હતી બાદ ગ્રામજનોના સહયોગથી ઝાંઝમેર ગામ બંધનો એલાન આપતા જેતપુરના ડિ વાઇ એસ પી ઝાંઝમેર ગામ ખાતે દોડી આવતા અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ સમાધાન કરતા અમોએ અમારું આંદોલન પૂરું કરેલું છે હવે કોઈ અમારે વાંધો નથી તેવું જણાવેલું હતું

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ