Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર : જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર તા.28, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કૃષિમંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે, તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

Related posts

Jamnagar: જામજોધપુર તાલુકા માં ખનીજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ…

cradmin

જામનગર : જામનગરમાં ‘આયુર્વેદ અને મિલેટ્સ આધારિત આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો

cradmin

રાજકોટ જી.એસ.ટી દ્વારા ડિટેઇન કરી બહુમાળી ભવનમાં રાખવામાં આવેલ આઇસર ટ્રકમાં રહેલ પિત્તળ તથા બ્રાસના સ્ક્રેપની ચોરી કરનાર ગેંગને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!