કચ્છ : સીટી ટ્રાફીક પોલીસ ગાંધીધામ દ્વારા રોડ ઉપર કાળા કાચ લગાવીને ફરતા વાહનો, ફેન્સી નંબર પ્લેટ તથા નંબર પ્લેટ વગરના વાહનો ઉપર કરવામાં આવેલ ટ્રાફીક નિયમનની કામગીરી
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓની ગાંધીધામ સીટી વિસ્તારમાં ટ્રાફીક નિયંત્રણ કરવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ સીટી ટ્રાફીક પોલીસ દ્વારા ગાંધીધામ સીટી વિસ્તારમા વાહન ચેકીંગની ડ્રાઈવ રાખી રોડ ઉપર કાળા કાચ લગાવીને ફરતા વાહનો, ફેન્સી નંબર પ્લેટ તથા નંબર પ્લેટ વગરના વાહનચાલકો વિરૂદ્ધ સીટી ટ્રાફિક દ્વારા નીચેની વિગતે કાર્યવાહી કરવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જેમાં સ્થળદંડ તથા વાહનો ડીટેન કરવામાં આવ્યા. જેમાં એમ.વી. એક્ટ કેસોની કામગીરી કરી નીચે મુજબની દંડની વસુલાત કરવામાં આવી.
(૧) કાળા કાચ લગાવેલ તથા ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો પર કરેલ એમ.વી એક્ટ એન.સી – ૫૫ – સ્થળ – દંડ – ૨૦,૭૦૦/- કુલ એમ.વી એક્ટ.એન.સી – ૧૦૦ -સ્થળ દંડ ૪૩,૭૦૦/- ડિટેન – ૦૯
આ કામગીરી પ્રો.ડી.વાય.એસ.પી.પરેશ રેણુકા સાહેબ તથા પો.સ.ઇ.વિ.પી.આહીર તથા સીટી ટ્રાફીક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફીક બ્રીગેડના જવાનો સાથે રહી કામગીરી કરેલ છે.