Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : 24 માર્ચ – ડે ન્યૂઝ – વિશ્વ ટ્યુબરક્યુલોસિસ દિવસ – જામનગર.

જામનગર : તા.24 માર્ચ – વિશ્વ ટ્યુબરક્યુલોસિસ દિવસ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં વર્ષ 2022માં અંદાજિત ૪૮૮૫ દર્દીઓની તપાસ કરવામાં આવી

વિશ્વ ટ્યુબરક્યુલોસિસ દિવસ નિમિત્તે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટ્યનું અલિયાબાડા તથા લાખોટા તળાવ ખાતે આયોજન

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જામનગર તા.24 માર્ચ, ભારત દેશના આરોગ્ય વિભાગના અત્યંત સંવેદનશીલ અને મહત્વકાંક્ષી રાષ્ટ્રીય કાર્યક્રમ “ટ્યુબર ક્યુલોસીસ મુક્ત ભારત ૨૦૨૫” ના ભાગરૂપે આજે તા.24માર્ચના રોજ વિશ્વ ટ્યુબર ક્યુલોસીસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં ચાલી રહેલ DRTB સેન્ટરમાં જીજી હોસ્પિટલના પલ્મોનરી વિભાગના વડા તથા DRTBના નોડલ ઓફિસર ડો.ઈવા ચેટરજીના માર્ગદર્શન હેઠળ કુલ 11 રેસીડેન્ટ ડોક્ટર્સ 25 નર્સિંગ સ્ટાફ તથા 10 અન્ય વિભાગના સ્ટાફની જહેમતથી ટીબીના દર્દીનો ટ્રેડીંગ કરી દર્દીઓને નિદાન તથા સારવાર આપવામાં આવે છે.

તેમાં કુલ 8 સરહદી જિલ્લા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, મોરબી, કચ્છ, સોમનાથ, અમરેલીના દર્દી સારવાર લેવા આવે છે.

જામનગરની શ્રી ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વર્ષ 2022માં અંદાજિત ૪૮૮૫ દર્દીઓની તપાસ કરવામા આવી હતી. જેમાંથી કુલ ૮૭૫ કેસો સારવાર હેઠળ છે. જો આવા દર્દી યોગ્ય સારવાર ન લે અથવા અધૂરી સારવાર લેવામાં આવે તો જાનલેવા અતિગંભીર રીતે બીમારી લાગુ પડી શકે છે. સંસ્થા ખાતે ટીબીને લગતી તમામ તપાસ વિનામૂલ્યે કરવામાં આવે છે. તથા સરકાર દ્વારા તમામ દવાઓ અને જરૂરી સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં વર્ષ 2022માં અંદાજિત ૪૮૮૫ દર્દીઓની તપાસ કરવામાં આવી

જે દર્દીને સામાન્ય દવાઓ લાગુ પડતી નથી તેવા દર્દી માટે પલ્મોનરી વિભાગ દ્વારા અંદાજે 7 થી 8 લાખની સારવાર તદન વિનામૂલ્ય આપવા માટે વિભાગીય ટીમ જહમત ઉઠાવી રહી છે. વિભાગ ખાતે આવેલ ટીબી માટેનાં સ્પેશિયલ નિદાન સરળતાથી અને વિનામૂલ્યે થાય છે.અને જે નિદાન પ્રાઇવેટ લેબોરેટરીમાં આશરે 3,000 થી 10,000 સુધીનો ખર્ચ થાય છે. ઉપરાંત શ્રી ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલનો વિભાગ ફેફસાના કેન્સરના રોગ સાથે ટીબીના દર્દીઓની પણ સરળતાપૂર્વક સારવાર કરે છે.

 

વિભાગના વડાશ્રીના માર્ગદર્શન હેઠળ વિશ્વ ટ્યુબર ક્યુલોસીસ દિવસ જાગૃતિ માટે તમામ તબીબોને એક દિવસીય તાલીમ આપવામાં આવેલ છે અને તા:- ૨૩/૦૩/૨૩ થી ૨૫/૦૪/૨૩ ના ટીબી દિવસ નિમિત્તે તબીબી વિદ્યાર્થીઓ શેરી નાટ્યનું અલિયાબાડા તથા લાખોટા તળાવ ખાતે આયોજન વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે. ડો.ઈવા ચેટરજી દ્વારા ‘’સમાજ જાગૃતિ સંદેશ આપતા જણાવવામાં આવ્યું છે કે અને ટીબીના લક્ષણોને વહેલાસર જાણીને બનતી ત્વરાએ ટીબી સેન્ટરની મુલાકાત લઈને સારવાર લેવી અત્યંત જરૂરી છે જે ટીબી થી બચવા માટેનો એક માત્ર ઉપાય છે.’’

Related posts

જેતપુરમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બેના મૃત્યુ

samaysandeshnews

પાટણ જીલ્લાનાં સરસ્વતી તાલુકાના મેસર ગામ ખાતે સટડાઉનના પગલે

samaysandeshnews

હળવદના ટીકર પાસે ક્રેન ભરીને જતાં ટ્રકે 12 ઘેટાંને કચડી નાખ્યાં

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!