બજાર ભાવ: એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.46ની નરમાઈઃ સોના-ચાંદીમાં મિશ્ર વલણ: કોટન-ખાંડી વાયદો રૂ.80 ડાઊનઃ મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,879 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.17557 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.10 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,82,183 સોદાઓમાં કુલ રૂ.25,445.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,878.71 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.17557.06 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,867 સોદાઓમાં રૂ.5,313.3 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,616ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,749 અને નીચામાં રૂ.58,575 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 ઘટી રૂ.58,655ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.147 વધી રૂ.48,151 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.41 વધી રૂ.5,857ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51 ઘટી રૂ.58,656ના સ્તરે પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,961ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,150 અને નીચામાં રૂ.71,541 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.154 ઘટી રૂ.71,996 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.231 ઘટી રૂ.72,012 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.238 ઘટી રૂ.72,014 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,590 સોદાઓમાં રૂ.1,121.05 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.710.45ના ભાવે ખૂલી, રૂ.1.30 ઘટી રૂ.705.55 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.204.60 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.188ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.65 વધી રૂ.207.85 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.188.05 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1.25 વધી રૂ.223.90 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,328 સોદાઓમાં રૂ.1,432.83 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,453ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,453 અને નીચામાં રૂ.7,352 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 ઘટી રૂ.7,423 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.44 ઘટી રૂ.7,417 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.219ના ભાવે ખૂલી, રૂ.2.20 ઘટી રૂ.215.20 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 2.6 ઘટી 214.8 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.11.53 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,560 અને નીચામાં રૂ.60,260 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 ઘટી રૂ.60,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.70 વધી રૂ.919.40 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,731.82 કરોડનાં 4,644.900 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,581.48 કરોડનાં 358.529 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.490.22 કરોડનાં 6,62,920 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.942.61 કરોડનાં 3,97,19,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.130.03 કરોડનાં 6,331 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.38.49 કરોડનાં 2,047 ટન તાંબાના વાયદાઓમાં રૂ.600.67 કરોડનાં 8,433 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.351.86 કરોડનાં 15,604 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.16 કરોડનાં 192 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.37 કરોડનાં 110.88 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,800.172 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 978.285 ટન, તાંબાના વાયદાઓમાં 22,540 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 23,571 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,280 ટન તથા જસત અને જસત-મિનીમાં 27,794 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,03,980 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,19,78,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 5,040 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 636.12 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.9.96 કરોડનાં 127 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 500 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 15,651 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,717 અને નીચામાં 15,651 બોલાઈ, 66 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 25 પોઈન્ટ ઘટી 15,698 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.17557.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.432.68 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.647.95 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14833.5 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1626.86 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.407.66 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.204.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.204.90 અને નીચામાં રૂ.160.40 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22.60 ઘટી રૂ.188.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.70 ખૂલી, ઉપરમાં રૂ.15.95 અને નીચામાં રૂ.13.50 રહી, અંતે રૂ.1.80 ઘટી રૂ.13.85 થયો હતો.
READ MORE:- પાલનપુરમાં ઝેરી દવા ગટગટાવી પતિ પત્નીનું મોત થયે 13 દિવસ થયા હોવા છતાં પોલીસની નજરથી આરોપી ફરાર…
સોનું નવેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.845ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.845 અને નીચામાં રૂ.790 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.30.50 ઘટી રૂ.816 થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.580 ખૂલી, ઊપરમાં રૂ.580 અને નીચામાં રૂ.491.50 રહી, અંતે રૂ.65 ઘટી રૂ.531.50 થયો હતો.
ચાંદી નવેમ્બર રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,003ના ભાવે ખૂલી, રૂ.56.50 ઘટી રૂ.2,177 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,850.50ના ભાવે ખૂલી, રૂ.41.50 ઘટી રૂ.1,809 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.46 ઘટી રૂ.7.28 જસત ઓક્ટોબર રૂ.225 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.22 વધી રૂ.5.05 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.247.50 અને નીચામાં રૂ.194.10 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20.20 વધી રૂ.210.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50 ખૂલી, ઉપરમાં રૂ.16.70 અને નીચામાં રૂ.14.30 રહી, અંતે રૂ.1.65 વધી રૂ.16.20 થયો હતો.
સોનું નવેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.315 અને નીચામાં રૂ.277 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19.50 વધી રૂ.289.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.175 ખૂલી, ઊપરમાં રૂ.220 અને નીચામાં રૂ.170 રહી, અંતે રૂ.19.50 વધી રૂ.188 થયો હતો.
READ MORE:- સુરત માંથી નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસથી બચવા ખાડો ખોદી છુપાવ્યો જથ્થો…
ચાંદી નવેમ્બર રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,150ના ભાવે ખૂલી, રૂ.121 વધી રૂ.2,132.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,150ના ભાવે ખૂલી, રૂ.133.50 વધી રૂ.1,178 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.710 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.2.01 વધી રૂ.8.31 થયો હતો.