બેટ-દ્વારકા: વિખ્યાત યાત્રાધામ બેટ-દ્વારકા જવા માટે ઓખા પેસેન્જર જેટીએ ગાંધી જયંતીના દિવસે સફાઈ, શિસ્ત અને સુરક્ષાના લીરા ઉડતા જોવા મળ્યા: દેવભૂમિ દ્વારકા એટલે એક અનોખું ધાર્મિક સ્થળ ઉપરાંત એક વિશેષ પર્યટન સ્થળ.

છેલ્લા બે-ત્રણ વર્ષથી અહીં ગુજરાત અને ભારતભરમાંથી વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, યાત્રિકો, પ્રવાસીઓ અને પર્યટકો ખૂબ ઉત્સાહ, ઉમંગ અને ધાર્મિકતા સાથે આવી રહ્યા છે.
ખાસ કરીને દ્વારકાધીશનું જગત મંદિર,નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ, ભગવાન દ્વારકાધીશનો રાણીવાસ એટલે કે બેટ-દ્વારકા જેવા સ્થળો આજે ભારતભરમાં પ્રખ્યાતી પામ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
તહેવારો અને રજાઓના દિવસોમાં ઉપરોક્ત સ્થળોની મુલાકાત લેવાનું ગુજરાતીઓ અને ભારતીયો ખાસ આગ્રહ રાખે છે.
ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ યાત્રિકોને આકર્ષવામાં સફળ થયા છે.
આ ઉપરાંત રાજ્ય સરકારની મહેનત પણ પ્રવાસીઓને દેવભૂમિ દ્વારકામાં આવવા માટે સફળ યોજનાઓ બનાવી છે.
પરન્તુ ખાટલે મોટી ખોટ એ છે કે સ્થાનિક તંત્રનાં જવાબદાર લોકો પોતાન ફરજ બજાવવામા વર્ષો થી વામણા સાબિત થઈ રહ્યા છે.

આજે ગાંધી જયંતી હતી ખાસ કરીને ગઈકાલે ભારત અને ગુજરાતમાં ગાંધીજીના જીવનના મૂલ્યો એટલે કે સફાઈ અને શિસ્ત આ બંને ઉપર ઘણા બધા કાર્યક્રમો યોજાઈ ગયા.
નેતાઓ અને અધિકારીઓ સાવરણા લઈને સફાઈ કરતા અખબારો અને મીડિયાઓમાં જોવા મળ્યા પરંતુ યાત્રાધામ બેટ-દ્વારકા જવા માટે ઓખાની પેસેન્જર જેટીએ ઞંદકી, કચરાનાં ઢગલા, ને એન્ડ યુઝ શૌચાલય માં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ઉપરાંત અનેક પ્રકારની અરાજકતા જોવા મળી.
ઓખાથી બેટ-દવારકા બોટ દ્વારા જવાય છે તે પેસેન્જર જેટી એ આખા દિવસમા હજારોની સંખ્યામાં લોકોની અવર-જવર હોય છે તે મહત્વનાં સ્થળે ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી કચરો અને કોઈ પણ જાતની નીતિ નિયમોનું પાલન થતું હોય તે બાબત અતિ ગંભીર કહી શકાય.
વળી,
ઓખા જેવા સંવેદનશીલ વિસ્તારમાં જ્યારે બહારથી હજારોની સંખ્યામાં લોકો આવતા હોય ત્યાં સુરક્ષાની દ્રષ્ટિએ જવાબદાર તંત્ર એ એલર્ટ રહેવું જરૂરી હોવા છતાં ઓખા પેસેન્જર જેટીએ કોઈપણ સુરક્ષા ના ઇન્તજામો જોવા મળેલ નથી.
ઓખાની આસપાસના સમુદ્રમાં માદકદ્રવ્યો,હથિયારો અને વિદેશી બોટો પકડાયાના અનેક બનાવો બન્યા છે ત્યારે ઓખા અને આસપાસ નો સમુદ્ર તેમજ સમુદ્રકાંઠો સંવેદનશીલ કહી શકાય.

સુરક્ષાની દ્રષ્ટીએ અતિ મહત્વની ઓખા અને બેટ-દ્વારકાની પેસેન્જર જેટીએ સુરક્ષા માં ચૂક ભવિષ્ય માટે ખતરો બની શકે છે.
તદુપરાંત
ઓખા પેસેન્જર જેટીએથી જે બોટો બેટ-દ્વારકા જાય છે તેમાં ઓવરલોડ કેપેસિટીમા મુસાફરો ને ઘેટાં બકરાની જેમ ભરાય છે,લાઈફ જેકેટ વિના મુસાફરોની હેરાફેરી કરાય છે, મુસાફરો સાથે ગેરવર્તણ ઉપરાંત કોઈ પણ જાતના નીતિ નિયમો કે શિસ્તનું અહીં નામો નિશાન જોવા મળતું નથી.
ખાસ કરીને શૌચાલય અતિ દુર્ગંધ મારતું જોવા મળે છે ! શૌચાલયની પાસેથી નીકળવું પણ મુસાફરો માટે વિકટ ભરી પરિસ્થિતિ હોય છે.
જેટી ની આગળ પાથરણા વાળા, રેડીઓ,કેબીનોએ ઘણી જગ્યાઓ રોકી લીધી હોવાથી મુસાફરોને આવવા જવા માટે પણ તકલીફ થાય છે.
જેટી ઉપર ગેરકાયદેસર રીતે વાહનોના ખડકલા પણ જોવા મળી રહ્યા છે.
બંને જેટીએ પીવાનું પાણી ઉપલબ્ધ નથી.
આમ એકંદરે જોઈએ તો ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંચાલિત સર્વિસ ની ઓખાની પેસેન્જર જેટલી કોઈપણ જાતની સફાઈ નથી થતી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી.
READ MORE:- હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવી…
આમ, ગાંધીજીનાં દિવસે ગાંધીજીના જીવનમૂલ્યો એટલે કે સ્વછતા શિસ્ત ઉપરાંત સુરક્ષાનાં ખુલે આમ લીરા ઉડતા જોવા મલ્યા.
હાલ હજુ તહેવારોની શરુઆત પણ થઈ નથી ત્યાં ટ્રાફિક ખુબ છે ત્યારે હવે દિવાળી અને વેકેશનમાં શું હાલત થશે તે વિચારીને સ્થાનિક તંત્ર યોગ્ય વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવે તે સમયની માંગ કહી શકાય.
હવે જોવાનું એ રહેશે કે સરકારનાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક તંત્ર ને સુધારશે કે આ લાલિયાવાળી આમ ને આમ ચાલશે ?