Samay Sandesh News
General Newsindiaઅન્યગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર: હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ અને અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના પ્રયાસ

જામનગર: હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ અને અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના પ્રયાસ: પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી લે.કર્નલ અમૃતલાલ મકવાણા તા. 17-10-23 ના રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી ને મળ્યા મળી ને રજૂઆત કરી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

◾️ તેઓએ હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા અગાવ રજુ કરેલા 15 મુદ્દાઓ પર કાર્યવાહી કરવા જોરદાર રજૂઆત કરી હતી.
◾️ આ તમામ મુદ્દાઓની ધારદાર રજૂઆત કરેલ તેમાં ખાસ મુદ્દાઓ નીચે મુજબ છે.
◾️ અગાઉની વારંવાર રજૂઆતો બદલ સેનામાં રહેલ ગુજરાતના સૈનિકો શહીદી વહોરે તેઓના પરિવાર ને એક કરોડ રૂપિયા આપવામાં આવે છે તે ખૂબ ગર્વ વાત છે.
◾️ પરંતુ ગુજરાતના રેગ્યુલર સૈનિકો તેમજ અગ્નિવીરોનું ફરજ દરમિયાન કોઈપણ પ્રકારે અવસાન થાય તો પણ તેઓના પરિવાર ને એક કરોડ રૂપિયાની રાશિ આપવાની જોરદાર રજૂઆત કરવામાં આવી હતી.
◾️ માજી સૈનિકો ને આપવામાં આવતા હથિયારના પરવાના કોઈપણ જાતની હેરાનગી વગર રીન્યુ કરવામાં આવે તથા આ પરવાનાને સ્વરક્ષણ માટે નહી પરંતુ રોજગારી માટે ગણવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
◾️ આ ઉપરાંત માજી સૈનિકોને નોકરીઓમાં 10% આરક્ષણ આપવામાં આવે છે તેનો તમામ ભરતીમાં અમલ કરવામાં આવે અને માજી ને કોનું મેરીટ લીસ્ટ અલગથી બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
◾️ માજી સૈનિકો ને ખેતીની જમીન આપવા તમામ જિલ્લાઓમાં સાથણી કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત માજી સૈનિકોને રહેઠાણની જમીનના પ્લોટ તથા ખેડૂતનો દરજ્જો આપવા માટેની પણ રજૂઆત કરી હતી.
◾️ ગુજરાત સરકારમાં નોકરી કરતા માજી સૈનિકોને બીજા રાજ્યોની જેમ પગાર રક્ષણ આપવામાં આવતું નથી તેની રજૂઆત કરી હતી.
◾️ જામનગર જિલ્લામાં માજી સૈનિકો દ્વારા ઘણા લાંબા સમયથી માંગણી કરવામાં આવેલ લાખાબાવળ ની ફાઈલ નો સત્વરે નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
◾️ માજી સૈનિકોને રોજગારી આપવા ખાતર ફક્ત માજી સૈનિકોનું એસઆરપી ગ્રુપ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
◾️ માજી સૈનિકોને વેલ્ફેર આપવાના ગુજરાત સરકારના અનેક પરિપત્રોમાં તેઓની પેન્શન સિવાયની માસિક આવક 3000 થી વધુ ન હોય તેઓ ઉલ્લેખ વર્ષો જૂનો છે તેમાં ફેરફાર કરી 40000 રાખવા રજૂઆત કરવામાં આવી હતી.
◾️ આ ઉપરાંત અનેક માજી સૈનિકોના વેલ્ફેર માટેની રજૂઆતો કરવામાં આવી હતી ગૃહ મંત્રીશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને હકારાત્મક વલણ દર્શાવ્યું હતું.
◾️વધુમાં અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે નજીકના ભવિષ્યમાં ફરીથી મીટીંગ યોજવા નક્કી કરવામાં આવ્યું હતું.

MCX: સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.2,400 અને ચાંદીનાવાયદામાં રૂ.2,542નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.531ની તેજીનેચરલ ગેસમાં નરમાઈઃ કોટન-ખાંડી, મેન્થા તેલ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

◾️ ગૃહ મંત્રી શ્રી હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ અને પૂર્વ સૈનિક સેવા પરિષદની કામગીરીને પણ બિરદાવી હતી

Related posts

પાટણના મેસર ગામે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણનો કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર…

cradmin

જામનગર ના સીટી B ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટર સાઇકલ ચોરીના ગુનામાં મોટર સાઇકલ સાથે આરોપી ને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી પોલીસ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!