MCX: સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.2,400 અને ચાંદીનાવાયદામાં રૂ.2,542નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.531ની તેજીનેચરલ ગેસમાં નરમાઈઃ કોટન-ખાંડી, મેન્થા તેલ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: કોમોડિટી વાયદાઓમાં રૂ.1,14,767 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 4,43,434 કરોડનું ટર્નઓવર બુલડેક્સ વાયદામાં રૂ.146 કરોડનાં કામકાજ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 60,24,095 સોદાઓમાં કુલ રૂ.5,58,346.70
કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,14,766.61 કરોડનો અને
ઓપ્શન્સનો હિસ્સો રૂ. 443434.27 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,13,525
સોદાઓમાં રૂ.73,474.82 કરોડનાં કામકાજ થયાં હતાં.
સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો
સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.57,970ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,375 અને
નીચામાં રૂ.57,931 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,400ના ઉછાળા સાથે રૂ.60,318ના ભાવે પહોંચ્યો
હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,739 વધી રૂ.48,186 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર
કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.146 વધી રૂ.5,947ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,322
વધી રૂ.59,935ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.69,365ના ભાવે ખૂલી, સપ્તાહ
દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,745 અને નીચામાં રૂ.69,297 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે
રૂ.2,542ના ઉછાળા સાથે રૂ.71,616 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,540 વધી
રૂ.71,698 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,512 વધી રૂ.71,704 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે 66,465 સોદાઓમાં રૂ.8,529.54 કરોડના
વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.701.20ના ભાવે ખૂલી, રૂ.0.65 વધી રૂ.700.55 જ્યારે એલ્યુમિનિયમ
ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.202.70 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.186ના ભાવ થયા હતા.
જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી રૂ.219ના ભાવ થયા હતા.
મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની
ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.2.50 ઘટી રૂ.203.75 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.186.25
જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.1.40 ઘટી રૂ.218.90 બંધ થયો હતો.
જામનગર: જેએમસીના ઢોરવાડામાં 9 મહિના દરમિયાન 900થી વધુ પશુઓના મોત
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 6,95,072 સોદાઓમાં રૂ.32,688.1 કરોડનો
ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,968ના ભાવે ખૂલી, સપ્તાહ
દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,528 અને નીચામાં રૂ.6,962 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.531 વધી
રૂ.7,427 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.536 વધી રૂ.7,433 બંધ થયો હતો.
નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.278ના ભાવે ખૂલી, રૂ.32.70 ઘટી રૂ.245.80 અને નેચરલ ગેસ-
મિની ઓક્ટોબર વાયદો 32.2 ઘટી 246.1 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.74.15 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં
ઉપરમાં રૂ.60,300 અને નીચામાં રૂ.58,280 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.40 ઘટી રૂ.58,620ના સ્તરે
પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.34.20 ઘટી રૂ.887.10 બોલાયો હતો.
ક્રાઇમ: ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં
રૂ.30,374.07 કરોડનાં 51,176.858 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.43,100.75 કરોડનાં 6,034.136
ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.12,731.26 કરોડનાં
1,76,41,030 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.19,956.84 કરોડનાં
75,51,41,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની
વાયદાઓમાં રૂ.836.54 કરોડનાં 41,143 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.271.64 કરોડનાં 14,597 ટન
તાંબાના વાયદાઓમાં રૂ.5,527.22 કરોડનાં 78,805 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.1,894.14
કરોડનાં 86,242 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.14.13 કરોડનાં 2,400
ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.60.02 કરોડનાં 661.32 ટનનાં કામકાજ થયાં હતાં.
RBL: આરબીએલ બેંકે ઝીરો-બેલેન્સ GO સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું: કેવી રીતે ખોલવું અને અન્ય વિગતો
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,395.302 કિલો અને ચાંદીના
વિવિધ વાયદાઓમાં 1,078.424 ટન, તાંબાના વાયદાઓમાં 28,725 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-
મિનીમાં 25,968 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,197 ટન તથા જસત અને જસત-મિનીમાં 28,421 ટન, એનર્જી
સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 4,23,710 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની
વાયદાઓમાં 5,62,88,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 6,336 ખાંડી અને મેન્થા
તેલ વાયદામાં 632.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.145.82 કરોડનાં
1864 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 414 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ
ઓક્ટોબર વાયદો 15,300 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,898 અને નીચામાં 15,256 બોલાઈ, 642 પોઈન્ટની
મૂવમેન્ટ સાથે 609 પોઈન્ટ વધી 15,858 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.
443434.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.
34297.54 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 8971.43 કરોડનાં કામ થયાં હતાં.
એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 330347.26 કરોડ અને નેચરલ ગેસના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 69599.69 કરોડનાં કામકાજ થયાં હતાં.