Latest News
“અલવિદા જામનગર” : કલેક્ટર કેતન ઠક્કરને સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય, રાષ્ટ્રધ્વજને સલામી આપી લાગણીસભર વિદાય ક્ષણો. જામનગરમાં દીકરી સશક્તિકરણને મળ્યો વેગ : કલેક્ટર કેતન ઠક્કરની સખી વન સ્ટોપ સેન્ટર મુલાકાત, ૧૧ દીકરીઓને કીટ વિતરણ સાથે પ્રેરણાદાયી સંદેશ. શામળાજી-હિંમતનગર હાઇવે પર LCBનો મોટો પ્રહાર : ૯૨.૩૨ લાખનો દારૂ ભરેલો કન્ટેનર ઝડપાયો, રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ. તાપી વિકાસને નવી દિશા : મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ₹1600 કરોડના સિંચાઈ પ્રકલ્પોનો ભવ્ય શુભારંભ, હજારો ખેડૂતોને મળશે બારેમાસ પાણી. શેરબજારમાં ભૂકંપ સમાન ધડાકો: સેન્સેક્સ ૧૬૩૬ અંક તૂટી ૭૧,૯૪૮ પર બંધ, નિફ્ટીમાં ૪૮૮ પોઈન્ટનો ઘટાડો — બેન્કિંગ, રિયલ્ટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલીથી રોકાણકારો ચિંતિત. દિલ્લી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડઃ સુરક્ષા એજન્સીઓની મોટી કાર્યવાહી, ISIના ઇશારે ચાલતા ભારત વિરોધી ષડયંત્રનો ભંડાફોડ.

 ધંધુકા તાલુકામાં ભારે વરસાદના કારણે અસ્તવ્યસ્ત સ્થિતિ: નદીઓમાં ઘોડાપુર, રસ્તા બંધ, જીવહાની અને ખેતીને નુકસાન

ધંધુકા તાલુકામાં ચાલુ વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે પરિસ્થિતિ સતત વણસતી જઈ રહી છે. ભડલા ડેમના દરવાજા ખોલવાની જાહેરાત થયા પછી તંત્રે નદી કાંઠાના ગામોને એલર્ટ પર મુક્યા છે. ભાદર નદીના પાણીના પ્રવાહમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.

નદીકાંઠાના ગામોને એલર્ટ વાગડ, મોરસિયા, ગુંજાર, કોટડા, રંગપુર અને અડવાળ જેવા ગામોમાં રહેવાસીઓને નદીના કાંઠાથી દૂર રહેવા તંત્રે સૂચના આપી છે. કેટલાક વિસ્તારોમાં નદીના પાણી ઝૂંપડાઓમાં ઘૂસતાં લોકો રસ્તા પર આવી ગયા છે. લીમડી ત્રણ રસ્તા અને અમદાવાદ હાઈવે પર પણ પાણી ફરી વળતાં ટ્રાફિક ખોરવાયો છે.

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યાં નદીના પાણી ધંધુકા શહેરના સ્મશાન, પ્લોટ વિસ્તાર, ગુલીસ્થાન સોસાયટી જેવી નીચાણવાળી જગ્યા પર પણ નદીના પાણી ઘૂસી ગયાં છે. આમ, શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને પર કુદરતી આપત્તિ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

તાત્કાલિક તંત્ર સક્રિય થયું જાણ મળતાં જ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ, મામલતદાર વિજયસિંહ ડાભી, પોલીસ સ્ટાફ અને અન્ય તાત્કાલિક સેવા દળ પર પહોંચી કામગીરીમાં લાગી ગયાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મદદ કરવામાં આવી રહી છે.

અડવાળ ગામમાં કરુણ ઘટના – વૃદ્ધાનું મોત અડવાળ ગામમાં 95 વર્ષની પાર્વતીબેન પનારાનું કાચા ઢાળિયાની છત તૂટી પડવાથી કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના મધ્યરાત્રીના સમયે બની હતી. ધંધુકા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે .વિશ્વમાર્ગો બંધ અને ખેતીને નુકસાન ત્રાડીયા-બાજરડા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં ગામનો મુખ્ય માર્ગ ધંધુકા સાથે બંધ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તાત્કાલિક વળતર અને સહાય માટે ખેડૂતો સરકારી તંત્ર સામે માંગણી ઉઠાવી રહ્યા છે.

ધંધુકામાં કુદરતનો કહાર હાલ પણ યથાવત છે. તંત્ર સતર્ક છે પણ લોકોને પણ સતર્ક રહેવાની કડક જરૂર છે.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?