DJ સાથે નીકળી અંતિમયાત્રા : સુરેન્દ્રનગરના લીંબડી પાસે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા બે મિત્રોની અંતિમ યાત્રા DJ સાથે નીકળી

સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર આજે સવારે પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. કારમાં સવાર બે યુવકોના મોત નિપજ્યા હતા. તો બે લોકો ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ જામનગરના વિનય પંચોલી દુબઈ ગયા હતા. જ્યાંથી તેઓ આજે અમદાવાદ પરત ફરી રહ્યા હોય જામનગરથી તેના મિત્રો તેને લેવા માટે અમદાવાદ ગયા હતા.

તમામ મિત્રો અમદાવાદથી જામનગર પરત ફરી રહ્યા હતા ત્યારે લીંબડી પાસે અકસ્માત નડતા દુબઈથી આવેલા વિનય પંચોલી અને કેતન ઓઝાનું નિધન થયું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. યુવાનોના મોત અંગે જામનગરમાં તેમના પરિવારજનોને જાણ થતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.

 

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ