કર્ક સહિત બે રાશિઓ માટે ખાસ લાભ – મહત્ત્વના નિર્ણયો અને યશમાં વધારો
આજે શનિવારનો દિવસ રાશિચક્ર પ્રમાણે મળતાવાળો, પ્રગતિદાયક અને કેટલાક જાતકો માટે માન-યશ અને પદનો વધારો કરાવનાર સાબિત થવાનો છે. કર્ક અને કન્યા રાશિના જાતકોને તેમની ગણતરી મુજબના પરિણામો મળે તેવી સંભાવના છે. બીજી તરફ કેટલાક જાતકોને દોડધામ, ચિંતા અને માનસિક અસ્વસ્થતા અનુભવાય.
ચાલો જાણીએ ૧૨ રાશિનું વિગતવાર ફળફળ…
🐏 મેષ (અ-લ-ઈ)
દિવસની શરૂઆતથી જ સતત ભાગદોડમાં વિતવાનો ઈશારો છે. કાર્યભાર વધતા થોડું માનસિક તાણ અનુભવાય પરંતુ દિવસના અંતે કામનો ઉકેલ દેખાય.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૮, ૬
🐂 વૃષભ (બ-વ-ઉ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળશે, જેનાથી અટવાયેલા કાર્યો ઝડપથી આગળ વધી શકે. વિદેશ સંકળાયેલા કાર્યમાં ખાસ પ્રગતિ.
શુભ રંગ: ગ્રે
શુભ અંક: ૯, ૪
👬 મિથુન (ક-છ-ધ)
સરકારી કે ખાતાકીય કામમાં ખાસ સાવધાની રાખવાની જરૂર. અધિકારીઓ સાથે મતભેદ કે વિલંબનો સામનો કરવો પડી શકે.
શુભ રંગ: સફેદ
શુભ અંક: ૬, ૩
🦀 કર્ક (ડ-હ)
આજે આપના હિતમાં નિર્ણયો થશે. તમે જે રીતે આયોજન કર્યું છે તેમ જ કાર્ય સફળતાપૂર્વક થશે. મહત્ત્વના નિર્ણય માટે શુભ દિવસ.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૨, ૫
🦁 સિંહ (મ-ટ)
કામ સાથે સામાજિક અને વ્યવહારિક જવાબદારીઓ પણ વધે. ધીમે ધીમે તમામ કાર્યોનો ઉકેલ આવશે.
શુભ રંગ: પીળો
શુભ અંક: ૪, ૩
🌾 કન્યા (પ-ઠ-ણ)
આજે યશ, પદ અને ધનમાં વધારો જણાશે. ભાઈ-ભાઈબંધો અથવા નજીકના લોકોનો સહકાર મળશે.
શુભ રંગ: કેસરી
શુભ અંક: ૧, ૬
⚖️ તુલા (ર-ત)
જો કે તમે વ્યસ્ત રહેશો પરંતુ મનમાં શાંતિ નહીં મળે. મિત્રવર્તુળ અંગે ચિંતા થાય. માનસિક શાંતિ માટે ધ્યાન અથવા પ્રાર્થનાનો સહારો લો.
શુભ રંગ: લીલો
શુભ અંક: ૯, ૩
🦂 વૃશ્ચિક (ન-ય)
અટવાયેલા કામોમાં પ્રગતિ થશે. વાણીની મીઠાશથી મહત્વના કાર્યો સરળ બની રહશે. કોઈ જૂનું કાર્ય પૂર્ણ થવાની શક્યતા.
શુભ રંગ: મેંદી
શુભ અંક: ૩, ૯
🏹 ધનુ (ભ-ધ-ફ-ઢ)
હરિફ અથવા ઈર્ષા રાખનારા લોકો મુશ્કેલીઓ ઊભી કરવાનો પ્રયાસ કરે. સિઝનલ ધંધાવાળા જાતકો ખાસ સાવધાની રાખે.
શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૫, ૭
🐐 મકર (ખ-જ)
મહત્ત્વના નિર્ણયો લેવા માટે ખૂબ જ યોગ્ય દિવસ. સરકારી અને રાજકીય કામમાં સાનુકૂળતા મળશે.
શુભ રંગ: મરૂન
શુભ અંક: ૧, ૬
🏺 કુંભ (ગ-શ-સ)
તન, મન અને ધનની સાથે વાહન ચલાવવામાં સાવચેત રહેવું. પારિવારિક પ્રશ્ન સાથે સંકળાયેલી ચિંતા ઊભી થાય.
શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૪, ૮
🐟 મીન (દ-ચ-ઝ-થ)
દેશ-પરદેશ અથવા આયાત-નિકાસ જેવા કાર્યોમાં સાનુકૂળતા મળશે. અગત્યની મુલાકાત અથવા વ્યવસાયિક ચર્ચા સફળ થશે.
શુભ રંગ: લાલ
શુભ અંક: ૭, ૫
Author: samay sandesh
47







