Latest News
પાટણ જિલ્લામાં આરોગ્ય સાથે મોટો ચેડો: ચાણસ્મામાં બે બોગસ ડોક્ટરો ઝડપાયા, SOGની તાબડતોબ કાર્યવાહી. ઓમાનની કરન્સી કેમ છે આટલી મજબૂત? રૂપિયો જ નહીં, ડૉલર પણ સામે પાણી ભરે—ઓમાની રિયાલની તાકાત પાછળના કારણો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓર્ડર ઓફ ઓમાન (ફર્સ્ટ ક્લાસ)’થી સન્માનિત : ભારત–ઓમાનના ઐતિહાસિક સ્નેહ અને વિશ્વાસની અનોખી ઉજવણી. ભારત–ઓમાન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર : 98 ટકા નિકાસને ડ્યુટી-ફ્રી ઍક્સેસ, ભારતીય વ્યાવસાયિકો માટે ખુલશે નવી તકો. મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક : મહાનગરપાલિકા ચૂંટણીમાં ઉદ્ધવ–રાજ ઠાકરે એક મંચ પર, સંજય રાઉતનો મોટો દાવો. ઑપરેશન સિંદૂર પર વિવાદાસ્પદ નિવેદન બાદ પૃથ્વીરાજ ચવાણ અડગ, માફી માગવાનો ઇનકાર; રાજકીય ગરમાવો તેજ.

GMERS હોસ્પિટલ જુનાગઢના ટેન્ડરમાં ‘જોહુકમી’ અને ગેરરીતિનો ગંભીર આક્ષેપ.

GeM ટેન્ડર શરતોને લઈ રાજ્ય સ્તરે તપાસની માગ, માનીતી એજન્સીને લાભ આપવા વધારાના નિયમો ઘડાયા હોવાનો આરોપ

જુનાગઢ સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. હોસ્પિટલ દ્વારા GeM (Government e-Marketplace) પોર્ટલ પર જાહેર કરાયેલા એક ટેન્ડરને લઈને જાગૃત નાગરિક દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ગંભીર ગેરરીતિ, ખરીદી નીતિના ભંગ, અને ચોક્કસ માનીતી એજન્સીને લાભ આપવા માટે જોહુકમીથી વધારાની શરતો ઉમેરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં ઉલ્લેખિત ટેન્ડર
Bid Number: GEM/2025/B/6894221
તારીખ: 09-12-2025

સંદર્ભે આરોપ છે કે, ગુજરાત રાજ્યની ખરીદી નીતિ (Procurement Policy) અને કેન્દ્ર સરકારના GFR (General Financial Rules) ના નિયમોનું ઉલ્લંઘન કરીને ટેન્ડરની Additional Terms & Conditions (ATC) માં એવા નિયમો ઉમેરવામાં આવ્યા છે, જે ન તો ખરીદી નીતિમાં સમાવિષ્ટ છે અને ન તો GFR હેઠળ આવશ્યક ગણાય છે.

‘માનીતી એજન્સીને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ’

ફરિયાદકર્તા મુજબ, GMERS હોસ્પિટલ જુનાગઢ દ્વારા ટેન્ડરમાં મૂકવામાં આવેલી વધારાની શરતોનું એકમાત્ર ઉદ્દેશ માનીતી વેપારી/એજન્સીને ઊંચા ભાવે ખરીદી અપાવીને ગેરલાભ પહોંચાડવાનો છે. ગુજરાતભરમાં સમાન પ્રકારની ખરીદી વખતે આ પ્રકારની શરતો લાગુ પડતી નથી, પરંતુ ખાસ કરીને GMERS જુનાગઢમાં જ આવા વિશિષ્ટ અને અપ્રમાણભૂત નિયમો ઘડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે,

“ગુજરાત ખરીદી નીતિ મુજબ જે શરતો લાગુ પડે તે સિવાયના નિયમો ટેન્ડરમાં ઉમેરાયા છે. આ વધારાની શરતોનો હેતુ ખુલ્લી સ્પર્ધાને રોકીને ચોક્કસ એજન્સીને લાભ આપવાનો જણાય છે.”

યુરોપિયન CE સર્ટિફિકેટની શંકાસ્પદ શરત

ફરિયાદમાં સૌથી ગંભીર મુદ્દો તરીકે યુરોપિયન CE સર્ટિફિકેટની ફરજિયાત શરતને ઉછાળવામાં આવી છે. ફરિયાદકર્તા મુજબ,

  • જો ખરીદી ભારતમાં થતી હોય

  • અને ખાસ કરીને ગુજરાતમાં જ ઉત્પાદિત અથવા સપ્લાય થતી હોય
    તો યુરોપિયન CE સર્ટિફિકેટ ફરજિયાત કરવાની કોઈ નીતિગત જરૂરિયાત નથી.

આ છતાં ટેન્ડરમાં આ શરત ઉમેરવામાં આવી છે, જેનો સીધો ફાયદો માત્ર એકાદ ચોક્કસ એજન્સીને જ મળે તેમ છે, કારણ કે આ લાયસન્સ દરેક સપ્લાયર પાસે હોતું નથી.
આથી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે,

“ફક્ત એક માનીતી એજન્સી પાસે આ સર્ટિફિકેટ હોવાથી જ આ શરત ઘડવામાં આવી છે.”

CDHCO મંજૂરી હોવા છતાં વધારાની શરતો કેમ?

ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ છે કે, જો કોઈ મેડિકલ પ્રોડક્ટ ભારતભરમાં ખરીદ-વેચાણમાં હોય, તો CDHCO (Central Drugs & Health Care Organization) ની મંજૂરી પૂરતી ગણાય છે. તેમ છતાં, GMERS જુનાગઢ દ્વારા CDHCO મંજૂરી સિવાય વધારાની શરતો લાદવામાં આવી છે, જે ખરીદી નીતિના આત્માને વિરુદ્ધ છે.

આ બાબતે ફરિયાદકર્તાએ સવાલ ઉઠાવ્યો છે કે,

  • શું આ શરતો ખરેખર ગુણવત્તા માટે છે?

  • કે પછી માનીતી એજન્સીને સ્પર્ધાથી બચાવવા માટે?

ત્રણ વર્ષના સપ્લાયના ફોટોગ્રાફ માંગવાની શરત

ટેન્ડરની Additional Terms & Conditionsમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સપ્લાય કરાયેલા પ્રોડક્ટના ફોટોગ્રાફ્સ ફરજિયાત માંગવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. ફરિયાદકર્તા મુજબ,

  • GeM પોર્ટલ પર સ્થાનિક વર્ક ઓર્ડર આપવામાં આવે ત્યારે

  • અન્ય નવી અથવા નાના સપ્લાયરો માટે આ શરત અણ્યાયી બને છે.

ફરિયાદમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે,

“જો અન્ય એજન્સીઓ પાસે અગાઉના ફોટોગ્રાફ ન હોય તો શું તેમને ખોટા કે બનાવટી માનવામાં આવશે?”

ટેન્ડર કમિટીની રચના પર સવાલ

ફરિયાદમાં ગંભીર રીતે પૂછવામાં આવ્યું છે કે,

  • શું આ ટેન્ડર માટે યોગ્ય રીતે ટેન્ડર કમિટી રચાઈ હતી કે નહીં?

  • શું કમિટીમાં સંબંધિત ટેકનિકલ સ્ટાફ અથવા વિષય નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા હતા?

જો કમિટીની રચના નીતિ અનુસાર ન થઈ હોય, તો આ સમગ્ર ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું થાય છે.

મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પર સીધો આક્ષેપ

ફરિયાદમાં GMERS હોસ્પિટલ જુનાગઢના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ ભ્રમભટ્ટ પર સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે,

“માનીતી એજન્સીને લાભ અપાવવા માટે વધારાના નીતિ-નિયમો ઘડીને ટેન્ડરમાં મસમોટું કોભાંડ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”

આ આક્ષેપે હોસ્પિટલના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.

જિલ્લા સ્તરે નિષ્ક્રિયતા, રાજ્ય સ્તરે તપાસની માગ

ફરિયાદકર્તાએ જણાવ્યું છે કે,

“જિલ્લા સ્તરે (GMERS મેડિકલ કોલેજ) સતત નિષ્ક્રિયતા જોવા મળી રહી છે, જેના કારણે હવે જિલ્લા આરોગ્ય કચેરી ઉપર ન્યાય મળશે એવો વિશ્વાસ રહ્યો નથી.”

આથી રાજ્ય કક્ષાએથી સ્વતંત્ર તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે. આરોગ્ય સંબંધિત ગંભીર ફરિયાદોમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવો એ સરકારની ફરજ હોવાનું પણ ફરિયાદમાં સ્પષ્ટ કરાયું છે.

‘જાહેર નાણાંનો દુરુપયોગ અટકાવવો જરૂરી’

ફરિયાદકર્તાએ પોતાને જાગૃત નાગરિક તરીકે ઓળખાવતા જણાવ્યું છે કે, અગાઉ પણ તેમણે અનેક ગેરરીતિઓ અને જોહુકમીથી થયેલા ટેન્ડરો ખુલ્લા પાડ્યા છે, જેના પગલે જવાબદારો સામે કાર્યવાહી પણ થઈ છે.
આ કેસમાં પણ તેમણે માંગ કરી છે કે,

  • ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવામાં આવે

  • જવાબદાર અધિકારીઓ સામે તપાસ અને કાર્યવાહી થાય

  • અને જાહેર નાણાંનો દુરુપયોગ અટકાવવામાં આવે.

હવે સરકાર શું પગલાં લેશે?

આ સમગ્ર મામલો હવે રાજ્ય આરોગ્ય વિભાગ અને ઉચ્ચ સ્તરના અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવ્યો છે. જો આક્ષેપોમાં તથ્ય સાબિત થાય, તો GMERS જુનાગઢના ટેન્ડર પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવાની શક્યતા નકારી શકાય નહીં.

હાલ તો GMERS હોસ્પિટલ જુનાગઢનું આ GeM ટેન્ડર પારદર્શિતા, નીતિ ભંગ અને માનીતી એજન્સીને લાભ આપવાના આરોપોને કારણે ભારે વિવાદમાં આવી ગયું છે. હવે રાજ્ય સરકાર તરફથી લેવામાં આવનાર પગલાં પર સૌની નજર મંડાયેલી છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?