ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવતકથા સપ્તાહ ભક્તિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રીશ્રીએ કથાકારશ્રી ગૌતમ ભાઇ શાસ્ત્રીના આશીર્વાદ મેળવી રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે પૂર્વમંત્રી અને બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, સંગઠનના પૂર્વ પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, જિલ્લા પ્રભારી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, અન્ય પદાધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
