જેતપુરની એડી. સેસન્સ કોર્ટના કમ્પાઉન્ડમાં પોલીસમેનને કાચાકામના કેદીએ ફ૨જમાં રૂકાવટ કરી ધમકી આપી છાતીના ભાગે મુક્કા મારી પોલીસમેનની ફ૨જ રૂકાવટની ર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચીજવા પામી હતી. બનાવના પગલે પોલીસમેને જેતપુર સીટીપોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી મળતી માહીતી મુજબ જેતપુર સીટી પોલીસમાં ફ૨જ બજાવતા પોલીસમેન સુરેશભાઈ સાંગાભાઈ ભરવાડે ફ૨ીયાદ નોંધાવી છે કે, ગઈકાલે સેસન્સકોર્ટ જેતપુરમાં ૬ કેદીઓના જાપ્તામાં પોતે ફરજ પર હતા ત્યારે રાજકોટ સેન્ટ્રલજેલમાં કાચાકામનો કેદી મયુ૨દાન ચંદાન લાંગડીયાને કોર્ટ મુદતે લાવવામાં આવ્યો હોય ત્યારે આ શખ્સ અન્ય આરોપી સાથે કોર્ટ પરીસરમાં જોશજોશથી વાતો કરી કોર્ટ કાર્યવાહીમાં વિક્ષેપ પડે તેમ વર્તન કરતો હતો..
કોર્ટ પરીસરની ગરીમા નહી જાળવતા પોલીસમેને આ બાબતે ટપારતા ઉશ્કેરાયેલા સબ્સે બોલાચાલી કરી બીભત્સ ગાળો ભાંડી, છાતીના ભાગે મુકામા૨ી તેનો ડ્રેસ તોડી નાખી, ધમકી આપી ફ૨જમાં ફાવટ ક૨તા જેતપુર સીટી પોલીસમાં કાચા કામના કેદી મયુરદાન લાંગડીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. બનાવના પગલે જેતપુર પોલીસના પીએસઆઈ ડી.એમ મક્વાણાએ પ્રાથમિક તપાસ શરૂ ક૨ી છે.