Samay Sandesh News
ગુજરાતપાટણ

નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું

આગામી તા.26 જાન્યુઆરીના રોજ દેશભરમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાટણ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેની પૂર્વતૈયારી રૂપે નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મર્યાદીત નાગરિકોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ધ્વજવંદન, પ્રજાજોગ ઉદબોધન અને રાષ્ટ્રગાન બાદ વૃક્ષારોપણ કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. સાથે જ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન અને હેલ્થ કેર વર્કર્સને કોરોના પ્રતિરોધક રસીનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

Related posts

Surat: સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીના હસ્તે શુભારંભ

samaysandeshnews

રાજકોટ : માનસિક રીતે અસ્વસ્થ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

samaysandeshnews

જામનગર : જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!