Samay Sandesh News
ગુજરાતસુરત

સુરત શહેરમાં અડાજણ માંથી મળ્યો નશાં કારક દવાઓનો જથ્થો

સુરત શહેરમાં છેલ્લાં ઘણા સમયથી નાર્કોટીક્સ ડ્રગ્સનાં દુષણને દુર કરવા માટેનાં પ્રયાસો શરુ કરાયા છે.
ત્યારે શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવામાં આવી હતી. જેમાં અડાજણ વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી. એસ.ઓ.જી. અને પોલીસ ઈન્સપેકટર આર.એસ સુવેરા દ્વારા 5 અલગ – અલગ ટીમ બનાવવી ખાનગી રાહે વોચ રાખતા જથ્થો ગેરકાયદેસર જણાઈ આવ્યો હોવાથી મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથાંં સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર આર.એસ સુવેરા દ્વારા 5 અલગ – અલગ ટીમ બનાવવી ખાનગી રાહે વોચ રાખવામાં આવી હતી. આ વોચ દરમિયાન અડાજણ વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી .

એસ.ઓ.જી. દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટ મહેશ ઇટાલીયા તથા સંદીપ પટેલ સાથે રાખીને અડાજણ ભુલકા ભુવન સ્કુલ પાસે મયુરી એપાર્ટમેન્ટ દુકાન નં .7 માં ક્રિષ્ણા મેડીકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક રમેશ સોજીત્રા કોઇ પણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કર્યું હતું. ટીમ દ્વારા તેના મેડીકલ સ્ટોર ઉપર રેઇડ કરીનશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટો જેવી કે , અલ્પાઝપામ , ક્લોનાજેપામ વિગેરે તથા સીરપ જેવી કે કોડીન કોરેક્ષ , કોડીસ્ટાર , રેક્સોન અને કોડી કોલ્ડ વિગેરેનો નીચે મુજબનો જથ્થો કબ્જે કરવામાં આવી હતી.

નશો કરવા માટે ઉપયોગમા લેવાતી અલગ અલગ ટેબલેટ 2360 , નશાકારક સિરપ બોટલ નંગ 223 અને મેડીકલ સ્ટોર માંથી કબ્જે કરવામાં આવેલ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટ તથા સીરપના જથ્થા બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. તેમજ તપાસ દરમ્યાન આ જથ્થો ગેરકાયદેસર જણાઈ આવ્યો તેથી મેડીકલ સ્ટોરનાં લાયસન્સ ધારક તથાં સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

બે માળનાં કાપડનાં શો રૂમમાં આગ બે માળનાં કાપડનાં શો રૂમમાં આગ

samaysandeshnews

જેતપુરના ચાંપરાજપુર વિસ્તારમાંથી જુગાર રમતા 10 જુગરીઓ ઝડપાયા.

samaysandeshnews

મોદી, યોગી અને શાહ નો ત્રિવેણી સંગમ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!